FMCG Price Hike:મોંઘવારીનો બોંબ ફૂટશે;સાબુ-બિસ્કીટથી લઈ ચા-કોફી બધુ જ થશે મોંઘુ, તમારા ખિસ્સા પર કેટલો બોજ પડશે તે જાણો

Spread the love

દેશમાં દરરોજ ઉપયોગમાં લેવામાં આવતા FMCG માલ-સામાનની કિંમત ફરી એક વખત વધવી શક્યતા છે. સાબુ, બિસ્કિટ, ચા, કોફી અને અન્ય પેકેજ્ડ સામાન તૈયાર કરતી કંપનીઓ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં કેટલીક Productsની કિંમતો વધારવાની તૈયારીમાં છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે FMCG કંપનીઓએ જૂન ત્રિમાસિક ગાળામાં સરેરાશ 2 ટકાથી 5 ટકા સુધી કિંમતો વધારો થયો હતો.હવે વધતા ખર્ચને જોતા કંપનીઓ ફરી એક વખત ચોક્કસ Productની કિંમત વધારવા અથવા પેક્ડ સામગ્રીના પ્રમાણમાં ઘટાડો કરવાની યોજના ધરે છે. આ સ્થિતિને સ્ક્રિંકફ્લેશન(Shrinkflation) કહેવામાં આવે છે. એટલે કે કિંમત તો સ્થિર રહે છે પણ પેકેટમાં સામાનના જથ્થામાં ઘટાડો કરે છે.

 

Britannia Industriesએ સંકેત આપ્યા છે તે બીજા ત્રિમાસિક ગાળા(Q2 FY 2026-2027)માં આશરે 1.5થી 2 ટકા સુધી કિંમતોમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને રૂપિયા 5થી 10 કિંમતના બિસ્કીટ પેકમાં Shrinkflationનો ટેકો લઈ શકે છે.

 

Dabur અને HUL પણ કિંમતો વધારી શકે છે

 

Dabur Indiaનું કહેવું છે કે કાચા માલ-સામાનની ઊંચી કિંમતની અસર પણ કેટલાક સમય સુધી રહી શકે છે. કંપની માર્જીન બચાવવા માટે મર્યાદિત પ્રમાણમાં કિંમત વધારી શે છે. જ્યારે Hindustan Unilever(HUL) પણ સપ્તામ્બરમાં વિવિધ કેટેગરીમાં કિંમતોમાં અને ફેરફાર કરવાની તૈયારીમાં છે. બીજા ત્રિમાસિક ગાળામાં 2થી 5 ટકા સુધી કિંમતમાં વધારો કરી શકે છે.

 

Godrej અને Tata Consumer પણ કિંમત વધારશે

 

આ ઉપરાંત Godrej Consumer Productsએ જૂન ત્રિમાસિક ગાળામાં આશરે 5 ટકા સુધી કિંમતોમાં વધારો કર્યો હતો. કંપની ટૂંક સમયમાં કિંમતોમાં વધારો કરી શકે છે. આ ઉપરાંત Tata Consumer Products પણ ટૂંક સમયમાં તેના ઉત્પાદનોની કિંમતમાં વધારો કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *