ઝારખંડમાં પરીક્ષાઓમાં થયેલા ગોટાળા અંગે વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહેલ ઘર્ષણનો અંત આવ્યો નથી. 3 રાઉન્ડની વાતચીત બાદ પણ મુખ્ય માગ પર સહમતિ ના બની. જેથી વિદ્યાર્થીઓએ આરપારની લડાઈની જાહેરાત કરી છે અને કાલ સવારે હજારોની સંખ્યામાં પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે.સરકારે અડધી માગણીઓને સ્વીકારી- 14મી JPSC PT (Regular & Backlog) રદ થશે.- ACF પરીક્ષા રદ થશે.- FROની તપાસ થશે.જો કંઈ ખોટું મળશે તો પરીક્ષા રદ થશે.- TDPL એદન્સીએ જે પણ ભરતી પરીક્ષા યોજી છે, તેની તપાસ થશે અને કંઈ ખોટું હશે તો પરીક્ષાને રદ કરાશે.- JSSC CGLની ફરીવાર તપાસ થશે અને ખોટું મળશે તો કાર્યવાહી કરાશે.- JSSC રિફોર્મ્સ માટે સરકાર તૈયાર.- સીબીઆઈ તપાસ પર સહમતિ ના બની. પરંતુ સરકાર CID તપાસમાં નાણાકીય ગોટાળા મળવા પર ED પાસે તપાસ કરાવવા તૈયાર.
5 કલાક ચાલી બેઠક, પરંતુ સમાધાન ના નીકળ્યુંવિદ્યાર્થી સંગઠનો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે 5 કલાકથી વધુ સમય બેઠક યોજાઈ હતી. તમામ વિદ્યાર્થી સંગઠનો સાથે 3 રાઉન્ડની બેઠક થઈ હતી અને કોઈ પરિણામ ના નીકળ્યું. વિદ્યાર્થીઓના મતે સરકાર તરફથી તેમની મુખ્ય માગણીઓ સ્વીકારવામાં આવી નથી. સરકારે માત્ર 14મી પરીક્ષા રદ કરવાનો મોટો નિર્ણય માન્યો, જેનાથી વિદ્યાર્થીઓ સંતુષ્ટ નથી. તેમના મતે પરીક્ષાઓ અને વ્યવસ્થામાં સુધાર માટે જે માગણીઓ રાખી હતી તેની પર યોગ્ય નિર્ણય લેવાયો નથી.
કાલે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરશેવાતચીત નિષ્ફળ જતા રોષે ભરાયેલા સંગઠનોએ રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યાં છે. વિદ્યાર્થી સંગઠનો એ કાલ સવારે (સોમવારે) 10 વાગ્યાથી હજારોની સંખ્યામાં જૂની વિધાનસભાથી નવી વિધાનસભા સુધી માર્ચ નીકાળવાની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન વિરોધ પ્રદર્શન કરાશે, જેને ‘મહાસંગ્રામ’ નામ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ નેતાઓએ સ્પષ્ટ કર્યું કે, તેમની માગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાંસુધી આંદોલન ચાલુ રહેશે. આ હોબાળા અને મોટા પ્રદર્શનની શક્યતાને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી સોરેને વાતચીતથી સમાધાન નીકાળવાની વાત કહી હતીઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેનનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે યુવાઓને ગેરમાર્ગે દોરાતા હોવાની વાત કરી હતી અને આ સાથે તેમણે કહ્યું કે- દરેક સમસ્યાનું સમાધાન વાતચીતથી નીકળી શકે છે. તેમણે યુવાઓને રાજકીય દળોના હથિયાર બનવાથી બચવાની વાત કહી હતી. તેમણે યુવાઓને જુઠ્ઠાણાંથી ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં હોવાની વાત કરતા તેમા ઘણાં શિક્ષિત અને જાણકાર લોકોની સંડોવણીનો દાવો કર્યો હતો. તેમણે યુવાઓને ન્યાય અપાવવાની વાત કરી અને સાથે ગોટાળા માટે જવાબદાર લોકોને આકરી સજા ફટકારવાની વાત કહી હતી.
