ડાયાબિટીસના આ 11 ચેતવણીરૂપ લક્ષણોને ભૂલથી પણ ન કરો ઇગ્નોર: ICMR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Spread the love

ડાયાબિટીસ એક મેટાબોલિક ડિસઓર્ડર છે, જેમાં શરીરની અંદર બ્લડ સુગર કે ગ્લૂકોઝનું સ્તર સામાન્યથી વધી જાય છે. ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જે સપૂર્ણ રીતે ઠીક થતી નથી પરંતુ વ્યક્તિ તેને મેનેજ કરી જીવી શકે છે. તેના પર ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના મેડિકલ જનરલમાં ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં છપાયેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ડાયાબિટીસના શરૂઆતી લક્ષણ કેવા જોવા મળે છે અને આ લક્ષણોને કઈ રીતે ઓળખી શકાય છેડાયાબિટીસમાં શરીર વર્ષો પહેલા ડેમેજ થવાનું શરૂ થઈ જાય છે. લક્ષણ ઓળખતા પહેલા સમસ્યા થોડી-થોડી ઉદ્ભવતી રહે છે. તેવામાં ટાઇપ 2 ડાયાબિટીસમાં આ વોર્નિંગ સાઇન નજર આવી શકે છે.

 

કારણ વગર વજન ઘટી જવું

હંમેશા થાકનો અનુભવ થવો

ઇરિટેટેડ અનુભવ થવો

જનનાંગો પર, સ્કિન પર, યુરિનરી ટ્રેક્ટમાં, ઓરલ કેવિટીમાં ઈન્ફેક્શન થવું અને ઈજા જલ્દી ઠીક ન થવી

મોઢામાં શુષ્ક લાગવું

પગમાં બળતરા થવી, દુખાવો થવો અને સુન્નતાનો અનુભવ થવો

ખંજવાળ આવવી

ભોજનની થોડી કલાકો બાદ બ્લડ સુગર ઘટી જવું

ગરદન પર કાળા ડાઘ જોવા મળવા, બગલ કે જનનાંગોની પાસે ઇંસુલિન રેજિસ્ટેન્સને કારણે કાળાશ દેખાવી

જોવામાં સમસ્યા થવી

ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન થવું

ડાયાબિટીસના લક્ષણોમાં વારંવાર પેશાબ લાગવો, ખુબ વધુ તરસ લાગવી અને ખૂબ ભૂખ લાગવી સામેલ છે. આ સિવાય બ્લડ સુગરનું વધી જવું અને બેચેની થવી અને શરીરમાં દુખાવો રહેવા જેવા લક્ષણ પણ જોવા મળી શકે છે.

 

ચોમાસામાં તાવ સાથે આ લક્ષણો દેખાય તો ઈગ્નોર કરતાં નહીં, હોય શકે છે ડેન્ગ્યુની શરુઆત

 

પ્રી-ડાયાબિટીસને ઓળખવી પણ જરૂરી

પ્રીડાયાબિટીસ સ્ટેજમાં ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે. પ્રીડાયાબિટીસમાં વ્યક્તિને ભોજન કર્યાની 2-3 કલાક બાદ બ્લડ સુગર ઘટવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ ઇંસુલિન મેટાબોલિઝ્મ બગડવાનો સંકેત હોઈ શકે છે. તેવામાં વ્યક્તિએ સ્ક્રીનિંગ કે ડાયાબિટીસનો ટેસ્ટ કરાવવો જોઈએ.

 

ક્યા લોકોમાં ડાયાબિટીસનું જોખમ વધુ હોય છે

ઘણા અભ્યાસમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડાયાબિટીસનો ખતરો ક્યા લોકોને વધુ રહે છે. તેવામાં કેટલાક રિસ્ક ફેક્ટર્સ છે જે વ્યક્તિમાં ડાયાબિટીસનું કારણ બની શકે છે.

 

પરિવારમાં જો કોઈને ડાયાબિટીસ રહી હોય

જેની ઉંમર 35 વર્ષથી વધુ છે

વજન વધુ હોવું કે મોટાપો

અપર બોડી કે કમર વધુ મોટી હોવી

બ્લડ પ્રેશરની સમસ્યા થવા પર

તાજેતરમાં વજન વધ્યું હોય તો

જીવનશૈલી એક્ટિવ ન હોય તો

ગેસ્ટેશનલ ડાયાબિટીસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *