શક્તિદૂત 2.0 યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાશે

Spread the love

ગુજરાતના રમતવીરોને મળતી સહાય રૂ. 25 લાખથી વધારી રૂ. 50 લાખ કરાઇ : દિવ્યાંગ ખેલાડીઓને સમાન સહાય અપાશે

 

ગાંધીનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યના રમતગમત ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને વૈશ્વિક સ્તરે દેશ-રાજ્યનું નામ રોશન કરતા પ્રતિભાશાળી રમતવીરોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારે ‘શક્તિદૂત યોજના’માં ક્રાંતિકારી સુધારા કરી ‘શક્તિદૂત 2.0 ‘ અમલી બનાવી છે.

શક્તિદૂત 2.0 યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાશે

શક્તિદૂત 2.0 યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાશે

શક્તિદૂત 2.0 યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાશે

– ગુજરાતના રમતવીરોને મળતી સહાય રૂ. 25 લાખથી વધારી રૂ. 50 લાખ કરાઇ : દિવ્યાંગ ખેલાડીઓને સમાન સહાય અપાશે

 

ગાંધીનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યના રમતગમત ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને વૈશ્વિક સ્તરે દેશ-રાજ્યનું નામ રોશન કરતા પ્રતિભાશાળી રમતવીરોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારે ‘શક્તિદૂત યોજના’માં ક્રાંતિકારી સુધારા કરી ‘શક્તિદૂત 2.0 ‘ અમલી બનાવી છે.

‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના ધ્યેય મંત્ર સાથે ‘શક્તિદૂત 2.0 યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આવતીકાલે 12 ઓગષ્ટના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાશે.

 

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીના હસ્તે 799 પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડ વિતરણ તેમજ રાજ્યભરમાં રૂ. 388 કરોડથી વધુ રકમના વિવિધ રમત સંકુલ-લાઇબ્રેરીનું ઇ ભૂમિપૂજન અને ઇ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદિપસિંહજી એવોર્ડ એનાયત કરવામાં આવશે.

 

આ યોજનાનો મુખ્ય ધ્યેય રાજ્યના આશાસ્પદ ખેલાડીઓની ક્ષમતાને ઓળખી તેમને જરૂરીયાત મુજબની (Need Based) રમતગમત સુવિધાઓ, પૌષ્ટિક આહાર, આધુનિક સાધનો, દેશ-વિદેશમાં તાલીમ, નિષ્ણાંત પ્રશિક્ષકો અને મેડિકલ સહાય પૂરી પાડીને ઓલિમ્પિક્સ અને એશિયન ગેમ્સ જેવા આંતરરાષ્ટ્રીય મંચ માટે ચેમ્પિયન તૈયાર કરવાનો છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધી આ યોજના હેઠળના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ 831 અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 773 મળીને કુલ 1604 મેડલ મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

 

નવીન ‘શક્તિદૂત 2.0 અંતર્ગત રમતવીરોના સર્વાંગી વિકાસ માટે આર્થિક સહાયમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. ખેલાડીઓની જરૂરિયાત અને ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે મહત્તમ સહાય રૂ. 25 લાખથી વધારીને રૂ.50 લાખ સુધી કરવામાં આવી છે. આ ઉપરાંત સમાવેશિતાને પ્રાધાન્ય આપતાં પેરા, ડેફ, બ્લાઈન્ડ અને અન્ય દિવ્યાંગ ખેલાડીઓને પણ યોજના અંતર્ગત સમાન તક અને સમાન સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. યોજના અંતર્ગત ખેલાડીઓની સંખ્યામાં પણ તબક્કાવાર વધારો કરાશે. Grassroots’ Levelથી જ નવી પ્રતિભાઓને ઓળખી શકાય તે માટે અરજી કરવા માટેની લઘુત્તમ વયમર્યાદા પણ ૧૨ થી ૨૦ વર્ષ હતી તે ઘટાડીને 9 વર્ષથી ઉપર કરવામાં આવી છે.

 

નવા સુધારાઓ મુજબ ખેલાડીઓને પ્રદર્શનના આધારે સતત સહાય પૂરી પાડવામાં આવશે અને નિશ્ચિત સમયમર્યાદા દૂર કરવામાં આવી છે. પસંદગી પ્રક્રિયાને વધુ વ્યાવસાયિક અને પારદર્શક બનાવવા માટે સ્ક્રીનિંગ અને સિલેક્શન કમિટીમાં રમત નિષ્ણાતોની ભાગીદારી સાથે વૈજ્ઞાનિક પોઇન્ટ આધારિત માર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેમાં ઓલિમ્પિક, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી સ્પર્ધાઓને યોગ્ય પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંત, શક્તિદૂત યોજનામાં સામેલ ન હોય પરંતુ વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ‘Shaktidoot B’ પહેલ હેઠળ તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ખેલાડીઓના વાર્ષિક અને દ્વિ-વાર્ષિક મૂલ્યાંકન દ્વારા પ્રદર્શનના આધારે કેટેગરી અપગ્રેડ કરવાની પારદર્શક સિસ્ટમ પણ વિકસાવવામાં આવી છે.

 

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ રૂ. 388 કરોડથી વધુ રકમના ખર્ચે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના નાયબ મુખ્યમંત્રી હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં તાલુકા કક્ષાના 11 રમત સંકુલ, 7 લાયબ્રેરી અને 2 સ્ટડી હોલ, જિલ્લા કક્ષાના 7 રમત સંકુલ, 5 લાયબ્રેરી તેમજ 2 નગરપાલિકા લાયબ્રેરીનો સમાવેશ થાય છે. આ યોજનાઓ હેઠળ અમદાવાદ, અમરેલી, આણંદ, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી, વલસાડ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, વડોદરા સહિતના જિલ્લાઓમાં જિલ્લા અને તાલુકા કક્ષાના રમતગમત સંકુલ, આધુનિક પુસ્તકાલયો, સ્ટડી હોલ, સ્પોર્ટ્સ હોસ્ટેલ, ૪૦૦ મીટર એથલેટિક સિન્થેટિક ટ્રેક, એસ્ટ્રોટર્ફ હોકી ગ્રાઉન્ડ તેમજ કેમ્પસ ડેવલપમેન્ટ જેવાં જનહિતકારી કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

ટોક્યો ખાતે યોજાયેલ ઓલિમ્પિક્સ ૨૦૨૧માં ત્રણ ખેલાડીઓ, પેરિસ ખાતે યોજાયેલ ઓલિમ્પિક 2024 માં ત્રણ ખેલાડીઓ પસંદગી પામીને દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

 

સાઉથ કોરીયા ખાતે યોજાયેલ 17મી એશિયન ગેમ્સ 2014માં ત્રણ ખેલાડીઓ, જાકાર્તા ખાતે યોજાયેલ 18મી એશિયન ગેમ્સ 2018માં સાત ખેલાડીઓ, Hangzhou city Chine ખાતે યોજાયેલ ૧૯મી એશિયન ગેમ્સ 2023માં સાત ખેલાડીઓ, એશિયન વિન્ટર ગેમ્સ 2017માં એક ખેલાડી અને એશિયન વિન્ટર ગેમ્સ 2025માં એક ખેલાડી પસંદગી પામીને દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તાજેતરમાં આઈચી-જાપાન ખાતે યોજાનાર 20 મી એશિયન ગેમ્સમાં ૨૦૨૬માં શક્તિદૂત યોજનાના 9 ખેલાડીઓ પસંદગી પામ્યા છે.

 

વર્ષ 2014 માં સ્કોટલેન્ડ ખાતે યોજાયેલ 20 મા કોમનવેલ્થ ગેમ્સમાં બે ખેલાડીઓ, વર્ષ 2018 માં ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયેલ ૨૧મી ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં બે ખેલાડીઓ, વર્ષ 2022 માં ઇગ્લેન્ડ ખાતે યોજાયેલ 22 મી કોમનવેલ્થ ગેમ્સમાં બે ખેલાડીઓ અને તાજેતરમાં ગ્લાસગોવ-સ્કોટલેન્ડ ખાતે યોજાયેલી 23 મી કોમનવેલ્થ ગેમ્સ 2026 માં એક ખેલાડી પસંદગી પામીને દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

 

આમ, શક્તિદૂત યોજના અંતર્ગત ખેલાડીઓ દ્વારા વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધી રાષ્ટ્રીય ક્ષેત્રે 831 મેડલ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે 773 મેડલ આમ કુલ 1604 મેડલ પ્રાપ્ત કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *