‘યુપી-બિહારનાં લોકો, લખનઉની કંપની…’, મુખ્યમંત્રી હેમંત સોરેને પરીક્ષા ગોટાળામાં સંડોવણીથી હાથ ખંખેર્યા

Spread the love

ઝારખંડ વિધાનસભામાં મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા વિદ્યાર્થી આંદોલન પર નિવેદન આપવામાં આવ્યું. જેમાં તેમણે કહ્યું કે- ભરતી પરીક્ષાઓમાં થયેલા ગોટાળાની સંપૂર્ણ તપાસ કરાવવામાં આવશે. તેમણે લખનઉની એક કંપની પર પરીક્ષાઓમાં ગોટાળા આચરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે- સરકારની નિયત સાફ છે. ભાજપ વિદ્યાર્થીઓની આડમાં રાજકરણ કરી રહ્યું છે.હેમંત સોરેનના નિવેદન બાદ વિધાનસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓની મોટાભાગની માગણીઓ સ્વીકારવામાં આવીઝારખંડ વિધાનસભામાં મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે,’પરીક્ષામાં થયેલા ગોટાળાઓની સંપૂર્ણ તપાસ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓની મોટાભાગની માગણીઓ સ્વીકારવામાં આવી છે. આ મામલે અમુક લોકો રાજકારણ કરી રહ્યાં છે. JPSCથી લઈ CGL સુધીની પરીક્ષાઓ અંગે ગૃહમાં જે પ્રકારની વાતો કરવામાં આવી છે. તે આરોપોની સંપૂર્ણ તપાસ કરાવવામાં આવશે. લખનઉની એક કંપનીએ ઉત્તર પ્રદેશ અને બિહારનાં અમુક લોકો સાથે મળી ઝારખંડમાં પરીક્ષાઓમાં ગોટાળા કર્યા છે. સરકારની નિયત સાફ છે. ભાજપ ગમે તેટલો હોબાળો કરશે. સરકાર કામ કરતી રહેશે.’

ભાજપ લોકોને ગેરમાર્ગે દોરતી, હવે વિદ્યાર્થીના વેશમાં પહોંચ્યાઃ સોરેનહેમંત સોરેને ભાજપને નિશાને લેતા કહ્યું કે,’ભાજપનાં લોકો અગાઉ ભગવા કપડા પહેરી લોકોને ગેરમાર્ગે દોરતા હતા. હવે તેઓ વિદ્યાર્થીઓના વેશમાં જોવા મળી રહ્યાં છે. સરકારે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તે જ યોગ્ય માર્ગ છે સમાધાન માટેનો. TDPL દ્વારા જેટલી પણ કસોટી લેવામાં આવી હશે તે તમામની તપાસ કરવામાં આવશે. આ સાથે સરકાર આઈઆઈટી નિષ્ણાંતો સાથે પણ વાત કરશે, જેથી પરીક્ષાને આગળ વધુ યોગ્ય રીતે યોજી શકાય.’ વિદ્યાર્થીઓ સીબીઆઈ તપાસ કે ઝારખંડ બહારનાં રિટાયર્ડ હાઈકોર્ટ જજોની કમિટી દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી માગણીઓ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *