ગુજરાતનું કહેવાતું પાટનગર એવું GJ-18 ખાતે જયારે ૧૯૬૮ માં ઈંટ મુકાઈ અને GJ-18 નું ડેવલપમેન્ટ થયું ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનેક કર્મચારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. એ પછી આજે લારજેસ્ટ એવું ય્ત્ન-૧૮ નાં પણ બે ભાગ પડી ગયા છે. આ બે ભાગમાં ન્યૂ GJ-18 અને ઓલ્ડ GJ-18 , ત્યારે જૂનું GJ-18 ચ-૦ થી ચ-૭ અને ઘ-૦ થી ઘ-૭ સુધીનો વિસ્તાર જૂનું GJ-18 તરીકે પ્રચલિત છે અને ન્યૂ GJ-18 માં રક્ષાશકિત સર્કલથી કોબા અને ઘ-૦ થી સરગાસણ અને ખોરજ સુધીનો વિસ્તાર આજે ન્યૂ GJ-18 તરીકે પ્રચલિત બન્યો છે. ત્યારે સરકાર દ્વારા રાહત દરે અનેક સંસ્થાઓને ,સમાજને પ્લોટો નજીવા અને રાહત દરે આપવામાં આવ્યાં છે. ત્યારે જે પ્લોટો ફાળવવામાં આવ્યા છે તેમાં કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ, રોહીદાસ સમાજ હોલ, વિશ્વકર્મા હોલ, પાટીદાર સમાજ હોલ, આહીરની સમાજની વાડી, મહારાષ્ટ્રીયન હોલ, જૈન સમાજની વાડી, ઠાકોર સમાજની વાડી, બ્રહ્મભવનથી લઈને અનેક સમાજાેને સરકાર દ્વારા સમાજનાં સમૂહલગ્નથી લઈને જે સામાજિક, સમાજના ઉત્કર્ષ કામો માટે રાહત દરે જમીન ફાળવવામાં આવી છે. ત્યારે સૌથી વધારે જેમની વસ્તી છે તે વણકર સમાજ દ્વારા અનેક રજૂઆતો અને આંદોલનો કરવા છતાં હજૂ સુધી આ સમાજને પ્લોટ કે જમીન મળી નથી.દરેક વિસ્તારમાં, સેક્ટરમાં વણકર સમાજની વસ્તી વધું હોવા છતાં આ સમાજ કેમ અળખામણો રહયો છે? તે યથાર્થ પ્રશ્ન છે. ભણેલો તથા બુદ્ધિજીવી વર્ગ હોવા છતાં અને અહી સૌથી વધારે વસ્તી હોવા છતાં આ સમાજને જમીન તથા પ્લોટથી વંચિત રહેતા અનેક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
GJ-18 ખાતે ઘણાં જ એવાં સમાજ છે, જેમાં માંડ ૫૦૦ થી ૧ હજારની વસ્તી હોવા છતાં તેમનાં સમાજનો હોલ અને જગ્યા છે.ત્યારે વણકર સમાજ આશરે ૩૦ વર્ષથી આ રજૂઆત કરતું આવ્યું છે પણ, અંદરો અંદરનું રાજકારણ કે આંતરિક વિખવાદના કારણે આ પ્રશ્નનું સોલ્યુશન કેમ નથી આવતું તે ખરેખર વિચારણીય છેGJ-18 મનપાની ચૂંટણીઓ હાલ તો સ્થગિત રહી છે પણ, ચુંટણી યોજાય અને વણકર સમાજ જે બાજુ નમે તે સતા મેળવી શકે તેમ છે. હજજારો મતો પરિવર્તન કરી શકે તેમ છે. ત્યારે, વણકર સમાજનાં મહાનુભાવ એવાં નામાંકીત રમણલાલ વોરા થી લઈને અનેક લોકોની રજૂઆત કરવા છતાં હજૂ સુધી જમીન કે પ્લૉટ મળ્યો નથી.હવે ૩૦ વર્ષથી વધારે સમય વીતી ગયો અને અનેક જમીનો હાલ સરકારી કચેરીઓથી ભરાઇ રહી છે ત્યારે હજૂ ઘણી જ જમીન છે જે વણકર સમાજને ફાળવી શકાય પણ, સમાજનાં ઘણાં જ આગેવાનો હાલ નિષ્ક્રિય રહેતાં જમીનનો પ્રશ્ન હાલ માળિયે ચડી ગયો છે. ત્યારે અગાઉ જમીન માટે અનેક પ્રયત્નો તથા રેલી અને ઉપવાસ આંદોલન પણ છેડાયું હતું. અને આ તમામ મહેનત હાલ તો નિરર્થક રહેલી છે. ત્યારે હવે સમાજના આગેવાનો, બધાં રાજકીય પક્ષોના આગેવાનો એક થાય તો ટેમ્પો જામે. ત્યારે,સૌથી વધારે વસ્તી હોવા છતાં પ્રથમ ક્રમાંકે આ લાભ વણકર સમાજને મળવો જાેઇએ. જે મળી શક્યો નથી. ત્યારે, આંગળીના વેઢે ગણાય તેવા સમાજનાં માંધાતાઓએ સરકાર પાસે જમીન અને પ્લોટ મેળવવામાં સફળ રહ્યાં છે. આજે મોટાભાગની સમાજની વાડીઓમાં જે ઉદ્દેશથી અને જે સેવાથી જમીન(પ્લૉટ) આપવામાં આવ્યો હતો તેમાં મોટાભાગે હવે વેપલો શરૂ કરી દિધો છે.
ઘણી વખત તો સમાજના લોકોને જ હોલ મળતો નથી,તેવી પણ ફરિયાદો ઉઠવા પામી છે. આજે મોટાભાગના સમાજનાં હોલોમાં ધંધાકીય પ્રવૃત્તિનો વ્યાપ વિસ્તર્યો છે.બાકી, કલેક્ટર દ્વારા જે જમીન ફાળવવામાં આવી છે તે સનદ ના નિયમોનો સરેઆમ ભંગ છતાં તંત્ર કશુ જ પગલાં લઇ શક્યું નથી.ત્યારે, વર્ષોથી માંગણી અને સૌથી વધારે વસ્તી ય્ત્ન-૧૮ માં વણકર સમાજની હોવા છતાં વણકર સમાજને અન્યાય થયો હોવાની વાત સમાજના એક આગેવાને કરી હતી.