GJ-18 એવું મહાનગરપાલિકા દ્વારા જ્યારે મનપા અસ્તિત્વમાં આવ્યું,ત્યારથી આજદિન સુધી લાખ્ખો પાંજરા વૃક્ષો વાવવા માટે આપી દીધાં છે ત્યારે જેટલાં પૂર્વ નગરસેવકો, મેયર, ડે. મેયર, સે. કમિટીના ચેરમેનથી લઈને અનેક વૃક્ષો વાવવા માટે લાખો પાંજરા પોતાની ગ્રાન્ટમાંથી મેળવ્યાં છે. જે પાંજરા મેળવ્યાં બાદ શું તેનાં ૧૦% પણ વૃક્ષો વવાયા છે ખરાં? ત્યારે આવા લાખો પાંજરા ગયા ક્યાં? GJ-18 ની જનતા જાગી છે અને વૃક્ષો વાવવા પાછળ ભાગી રહી છે.ત્યારે જનતાને અબોલ જીવોથી આ વૃક્ષો બચાવવા પાંજરા મળતાં નથી. ત્યારે, GMC દ્વારા દર વર્ષે લાખ્ખોની ગ્રાન્ટમાંથી નગરસેવકોએ જે પાંજરા મેળવ્યાં હતાં તે ક્યાં છે? પાંજરા હાલ ક્યાંય દેખાતાં નથી.ત્યારે લાખો પાંજરા મેળવ્યાં બાદ ૧૦% પણ ઝાડવા વવાયાં છે ખરાં? અને ઝાડવા વવાયા નથી તો પાંજરા ગયા ક્યાં?,
GJ-18 નાં કોરોનાની મહામારી બાદ વૃક્ષની જરૂરિયાત શું છે એની સૌને ખબર પડી ગઈ છે ત્યારે વૃક્ષો વાવવા અનેક નગરજનો પોતે છેલ્લે ખીસ્સાના પૈસાથી જાળીઓ પ્લાસ્ટિકની લાવીને વૃક્ષોનું રક્ષણ કરી રહ્યાં છે ત્યારે GJ-18 નાં એક રહીશ પોતે સાયકલ પર પાંજરું બાંધીને લઇ રહ્યા છે. આ પાંજરું કાટ ખાઈ ગયું છે ને બિનવારસી પડ્યું હતું તો સારા ઉદ્દેશથી પોતે વૃક્ષ વાવવા અને વૃક્ષોને અબોલ જીવથી બચાવવા કચરાને કંચન બનાવવાનું હોય તેમ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને પોતે આ પાંજરું સાયકલ પર વૃક્ષ વાવવા લઈ જાય છે ત્યારે આવા નગરજનોને સલામ છે ત્યારે જે નગરસેવકો માટે પસ્તીની જેમ સંગ્રહખોરી રાખેલા પાંજરા હોય તો બાપા કોઈને આપજાે, તમે તો ના વાવી શક્યા તો કોઈને વાવવા દો. બાકી, પસ્તી અને ભંગારમાં જશે તો કોઈ મોટાં નાણાં આવવાના નથી. ત્યારે, અનેક નગરસેવકોએ હજારો પાંજરા લીધાં પણ, ભુખાળવા હોય તેમ સંગ્રહ કર્યો અને મોટાભાગના નગરસેવકોની ગ્રાન્ટમાંથી જે પાંજરા મેળવ્યાં છે તે આજે દેખાતાં પણ નથી. ત્યારે સંગ્રહ કરેલા પાંજરાઓ હવે બહાર કાઢો. ખરેખર તો આ નગરજનોએ નગરસેવકોને ત્યાં ૈં્ થી લઇને ઉપરી અધિકારીઓ અને મોટાં નેતાઓએ રેડ પાડવી જાેઇએ. અને જેનાં ઘરમાંથી પાંજરા, ખુરશીઓ પકડાય તેની ટીકીટ તો કાપવાની પણ, પક્ષમાંથી તગેડી દેવો જાેઈએ. પબલીકની વસ્તુ પ્રજા સુધી ના પહોંચે તો નગરસેવકોની જરૂર ખરી?