ધો.9ની વિદ્યાર્થિનીઓને સરકાર દ્વારા સાઈકલ સહાયની દરખાસ્તમાં શાળાઓને DEOની નોટિસ ફટકારવામાં આવી હતી, અમદાવાદ શહેરની તમામ સ્કૂલો દ્વારા નોટિસનો ખુલાસો કરવામાં આવ્યો

Spread the love

અમદાવાદ

સરકારના વિકસતી જાતિ કલ્યાણ ખાતાની કચેરીથી સરસ્વતી સાધના યોજના અંતર્ગત, ધો.9ની વિદ્યાર્થિનીઓને સરકાર દ્વારા સાઈકલ સહાયની દરખાસ્તમાં શાળાઓની આળસને પગલે નોટિસ ફટકારવામાં આવી હતી. જેના પગલે સ્કૂલો દ્વારા નોટિસનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ હાલમાં અમદાવાદ શહેરની તમામ સ્કૂલો દ્વારા સાઈકલ સહાય માટે ઓફલાઈન દરખાસ્ત કરી દીધી હોવાનું સામે આવ્યું છે. આમ, હવે સહાય માટેની દરખાસ્ત મળતા વિભાગ દ્વારા સાઈકલ સહાય માટેની આગળની કાર્યવાહી હાથ પર લેવાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારના વિકસતી જાતિ કલ્યાણ ખાતાની કચેરીથી સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં ધો.9માં અભ્યાસ કરતી બક્ષીપંચ તેમજ આ પછાત વર્ગની વિદ્યાર્થિનીઓને સરકાર તરફથી સાઈકલ આપવામાં આવે છે. સાયકાલ સહાય માટે શાળાઓએ ઓનલાઈન દરખાસ્ત કરવાની હોય છે, પરંતુ અમદાવાદ શહેર અને જિલ્લાની 82 શાળાઓએ દરખાસ્ત કરી ન હોવાનું સામે આવ્યું હતું. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેમના તાબાની 43 સ્કૂલોને નોટિસ ફટકારી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સ્કૂલોને નોટિસ ફટકારી ખુલાસો કરવા માટે જણાવાયું હતું. ઉપરાંત ત્રણ દિવસમાં વિકસતી જાતિ કલ્યાણ વિભાગમાં ઓફલાઈન દરખાસ્ત મોકલી આપવા માટે પણ સૂચના અપાઈ હતી. સ્કૂલોની બેદરકારીના પગલે વિદ્યાર્થિનીઓ યોજનાના લાભથી વંચિત રહે તે શાળાની ગંભીર બેદરકારી હોવાનું જણાવી બેદરકારી દાખવવા બદલ આપની સામે શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તે બાબતે લેખિત ખુલાસા કરવા માટે પણ સ્કૂલોને સૂચના અપાઈ હતી. સ્કૂલોને નોટિસ મળ્યા બાદ તાત્કાલીક નોટિસનો ખુલાસો કરવા તથા બાકી રહેલી વિદ્યાર્થિનીઓની દરખાસ્ત કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, અમદાવાદ શહેરની 43 જેટલી સ્કૂલોને નોટિસ અપાયા બાદ મોટાભાગની સ્કૂલોએ નોટિસનો ખુલાસો કર્યો છે. જેમાં ઘણી સ્કૂલોમાં પોર્ટલના પ્રશ્નો સામે આવ્યા હોવાના લીધે દરખાસ્ત થઈ શકી ન હોવાનું કારણ જણાવ્યું હતું. જ્યારે અમુક સ્કૂલો દ્વારા વાલીઓ તરફથી પુરતા ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા ન હોવાના કારણે દરખાસ્તમાં વિલંબ થયો હોવાનું કબૂલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com