ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન યુવતીને લગ્નનાં વચનો આપી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું

Spread the love

ગાંધીનગર

ગાંધીનગરમાં પી.જી માં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન એકબીજાનાં સંપર્કમાં આવેલા યુવક યુવતી ગાઢ પ્રેમમાં પડ્યા હતા. બાદમાં યુવકને તલાટી તરીકે નોકરી મળી ગઈ હતી. બીજી તરફ લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દઈ તલાટી યુવકે પ્રેમિકાને તરછોડી હાથ અધ્ધર કરી લીધા હતા. જેનાં પગલે યુવતીની ફરીયાદના આધારે સેકટર – 21 પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અર્થે બાયડનો યુવક અને સુરેન્દ્રનગરની યુવતી ગાંધીનગર શહેરમાં PG માં રહેતા હતા. બન્ને સેકટર – 11 ની લાઈબ્રેરીમાં વાંચન અર્થે જતાં આવતાં હોવાથી એકબીજાની આંખો મળી ગઈ હતી. ધીમે ધીમે બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો. અને સમય જતાં બન્ને ગાઢ પ્રેમમાં પડ્યા હતા. બાદમાં યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી. જેનાં કારણે યુવતી પણ યુવકની વાતચીતમાં આવી ગઈ હતી. અને તેના પર વિશ્વાસ રાખીને રાજસ્થાન, મુંબઈ સહિતના સ્થળોએ ફરવા પણ ગઈ હતી. તેમજ યુવક યુવતીને સેકટર – 16 માં રહેતા સગાના સરકારી મકાનમાં લઈ જતો હતો. અને લગ્નના વચનો આપી શારીરિક ભૂખ સંતોષતો હતો. એવામાં યુવક તલાટીની પરિક્ષામાં પાસ થઈ જતાં તેના રંગઢંગ બદલાઈ ગયા હતા. અને તેણે યુવતી સાથેના સંબંધો ઓછા કરી દીધા હતા. ત્યારે એક વર્ષથી તલાટી પ્રેમીનાં તિરસ્કારનો ભોગ બનેલી યુવતીને માલુમ પડયું હતું કે, તલાટી પ્રેમીએ સગાઈ કરી લીધી છે. અને આગામી મહિનાઓમાં તેના લગ્ન પણ થવાના છે. આ જાણીને યુવતીનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આખરે પોતાને લગ્નના વચનો આપી તરછોડી દેનાર તલાટી વિરુદ્ધ યુવતીએ ફરિયાદ આપતા સેકટર – 21 પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com