કેન્દ્રીય સરકાર દ્વારા જાસૂસી મુદ્દે ગુજરાત કોંગ્રેસ આક્રમક બની છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરત સિંહ સોલંકી, વિધાનસભા વિપક્ષ ના નેતા પરેશ ધનાની સહિત અન્ય કોંગ્રેસ ના નેતા, ધારાસભ્યો અને પ્રદેશ કોંગ્રેસ ની અગ્રણી નેતાઓની ઉપસ્થિત માં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ ઇઝરાયલ ની કંપની ના સહયોગથી દેશના સવિશેષ વ્યક્તિ અગ્રણી ઓની ફોન ટેપિંગ ના મામલે રાજ્યપાલ ને મળી રૂબરૂમાં આવેદનપત્ર આપી ભારતીય જનતા પાર્ટીના શાસકો સામે વીરોધ દર્શાવી અપ્રત્યક્ષ પ્રવર્તમાન દેશની કટોકટી નો વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે.અને આ ઉપરાંત સમગ્ર વીષય પર તટસ્થ તાપસ કરી કાનૂની ઉલ્લંઘન જાે થયું હોય તો જવાબદાર ઠેરવી સજા થવી જાેઈએ તેવી માંગણી રાજયપાલને આવેદનપત્ર આપી રાષ્ટ્રીય હિત માં રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરવા રાજભવન તરફ બેનરો સાથે સુતરચાર કરતા આગળ વધતા ઉપસ્થિત પોલીસે બળપૂર્વક અટકાયત કરી હતીત્યારબાદ કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષ ના નેતા, સહિત ટોચના નેતાઓને રાજભવન જવા દેવાયા હતા. અને તેઓએ શાંતી પૂર્ણ વિરોધ કરવા માં આવ્યો હતો. રાજકીય નેતાઓ, વર્તમાન અને પૂર્વ ભારતીય સુરક્ષદળનાં અધિકારીઓ, વિપક્ષનાં વરિષ્ઠનેતાઓ, પત્રકારો, વકિલોનાં સેલફોન ગેરકાયદેસર અને ગેરબંધારણીય ફોન હેકીંગ કરવાથી ભાજપ સરકારની સંકાસ્પદ અને દ્વેષપૂર્ણ પ્રવૃતિઓ ખુલ્લી પડી છે. ઇઝરાયલ કંપની પેગાસસ સ્પાય દ્વારા અખિલભારતીય કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા તેમના ઓફિસનાં કર્મચારીઓનાં ફોન પણ ૨૦૧૯ની લોકસભા ચુટણી દરમિયાન હેકીંગ કરવામાં આવ્યા હતાં. ફોન હેકીંગનાં વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતા પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, રાજુ પરમાર, ધારાસભ્ય શૈલેષ પરમાર, ધારાસભ્ય સીજે ચાવડા અને પ્રવક્તા જયરાજસિંહ પરમાર,હિમાશું પટેલ, નિશિત વ્યાસ સહિત વરિષ્ઠ આગેવાનોએ ગાંધીનગર સરકીટ હાઉંસથી રાજભવન સુધી રેલીનું આયોજન કર્યું હતું. અને રાજ્યપાલને આવેદન પત્ર પાઠવ્યું હતું.
ગાંધીનગર સરકીટ હાઉંસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. સોફ્ટવેર પેગસસ સ્પાય દ્વારા ભારત દેશનાં નામાકિત રાજકારણીય નેતાઓ, જજાે, સરકારી અધિકારીઓ ,પત્રકારો અને મોટી મોટી એનજીઓ સંસ્થાની જાસુસી કરવામાં આવી છે. તેના લીધે દેશમાં ભયનો માહોલ છે. ભારતનાં સંવિધાને દેશનાં લોકોને સ્વતંત્રતાં આપી છે અને અંગત જીવનની ગોપનિયતાનો અધિકાર આપ્યો છે. ત્યારે આવા સમયમાં દેશમાં કોઇ ઇમરજન્સી નથી, કોઇ પબ્લીક સિક્યુરીટીની ઘટનાં બની નથી તેમ છતાં ભાજપ સરકાર દ્વારા જાસુસી થઇ રહી છે. ફોન હેકીંગનાં માધ્યમથી પર્સનલ લાઇફનાં ડેડા મેળવવામાં આવી રહ્યા છે. કોઇ સરકારની વિરોધમાં અવાજ ઉઠાવે કે ખોટી નીતીઓ સામે લખતાં હોય તેના ડરાવવા માટે આ સરકાર જાસુસી જેવું ષંડયત્ર કરી રહી છે. અગાઉ કર્ણાટક અને મધ્યપ્રદેશની સરકાર જેને જનમતથી ચુટાવામાં આવી હતી. તેને પાડી દેવા માટે ફોન હેકીંગ દ્વારા ષંડયત્ર રચવામાં આવ્યું હતું.સરકાર અમને બતાવે કે જાસુસી કેવી રીતે થઇ છે, આ સોફ્ટવેર સરકારે કેટલી કિંમતમાં ખરીદ્યું છે કે નહીં.
ભાજપનાં પૂર્વ મંત્રી રવિશંકર પ્રસાદે અગાઉ કહ્યું હતું કે વિશ્વમાં બાકીનાં દેશોમાં આવી જાસુસી થઇ રહી છે એટલે સરકાર આડકતરી રીતે સ્વીકાર કરી રહી છે કે આવી જાસુસી થઇ રહી છે. જાસુસી માટે વડાપ્રધાન મોદી માફી માંગે અને અમીત શાહ રાજીનામું આપે તેવી માંગ કરી હતી. આ જાસુસી કાંડની ન્યાયીક તપાસ નામદાર સુપ્રીમ કોર્ટર્ દ્વારા થાય.વધુમાં ચાવડાએ જણાવ્યું હતું કે આ જાસુસી દ્વારા લોકોનાં અધિકારનું હનન થઇ રહ્યું છે.રાજ્યની આઇબી વિભાગનો ઉપયોગ જનતાની સલામતી માટેનો હોય આંતકવાદ કૃત્ય ના થાય તેના માટેનો હોય તેના બદલે સરકાર દ્વારા વિરોધ પક્ષને દબાવવા માટે કે ધમકાવવા માટે અને જાસુસી માટે થઇ રહ્યો છે.