‘દીકરીની ઉંમરની છોકરી લઈને ફરે છે. શરમ આવવી જોઈએ!’ નવી એક્ટ્રેસ સાથે ગોવિંદાને જોઈને પત્નીએ આપ્યો ‘તીખો જવાબ’

Spread the love

બોલીવુડ એક્ટર ગોવિંદા (Govinda) આજકાલ પોતાની કમબેક ફિલ્મને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ફિલ્મની નવી એક્ટ્રેસ કોમલ રાની સ્વર્ણકાર (Komal Rani Swarnakar) સાથે જોવા મળી રહ્યા છે.

બંનેને સાથે જોયા પછી સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઈને જાતજાતની વાતો થવા લાગી.એક્ટર ગોવિંદા એકવાર ફરીથી સમાચારમાં આવી ગયા છે. એનું કારણ એક વાયરલ વીડિયો છે, જેમાં તેઓ એક્ટ્રેસ કોમલ રાની સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર હવે તેમની વાઇફ સુનિતા આહૂજાનું રિએક્શન સામે આવ્યું છે. ગોવિંદાના વાયરલ વીડિયોને લઈને જ્યારે પેપરાઝીએ તેમની પત્ની સુનિતા આહૂજાને સવાલ કર્યો તો તેઓ નારાજ જોવા મળ્યા.સુનિતા આહૂજાએ નામ લીધા વિના કોમલ રાનીના કપડાં પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે, ‘જો કોઈની પાસે આટલો અમીર ‘સુગર ડેડી’ છે, તો તેણે ઓછામાં ઓછું સરખા કપડાં પહેરવા જોઈએ. અમને જુઓ કેવા સ્ટાઇલમાં ચાલીએ છીએ. આ ખૂબ ખરાબ વાત છે અને એમનું મગજ ખરાબ થઈ ગયું છે’.

 

બીજા વીડિયોમાં સુનિતા આહૂજાએ કહ્યું કે, ‘ગોવિંદા કહે છે કે, હું એનું નામ ખરાબ કરી રહી છું. હવે એણે વિચારવું જોઈએ કે, એ પોતે કેવા કાંડ કરે છે.’ સુનિતા આહૂજાનું આ નિવેદન પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *