80મા સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોઈપણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે અને પોતાના લક્ષ્યો હાંસલ કરે છે જ્યારે તે પોતાના સપના, સંકલ્પ અને આંતરિક શક્તિથી આગળ વધે છે. PM મોદીએ કહ્યું કે હવે નાના સપના પૂરતા નથી, આપણે મોટા સપના જોવા પડશે, કારણ કે મોટા સપના આપણી વિચારસરણી અને દૃષ્ટિકોણને વિસ્તૃત કરે છે. તેમણે મજબૂત સંકલ્પ પર ભાર મૂકતા કહ્યું કે સંકલ્પ દૃઢ હોય તો મુશ્કેલીઓ અને આપત્તિઓ વચ્ચે પણ આગળ વધવાનો માર્ગ આપમેળે મળી જાય છે.
