સુરત : મૃતક ડોક્ટરના પિતાએ નોંધાવી આપઘાત દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ,4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો વિરુદ્ધ ગુનો નોંધાયો

Spread the love

નવી સિવિલ ડો.હર્ષ પંડ્યા આપઘાત કેસનો મામલો પોલીસે વધુ એક ફરિયાદ દાખલ કરતા ચકચાર મૃતક ડોક્ટરના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ આપઘાત દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ…

 

નવી સિવિલ ડો.હર્ષ પંડ્યા આપઘાત કેસનો મામલો

 

પોલીસે વધુ એક ફરિયાદ દાખલ કરતા ચકચાર

મૃતક ડોક્ટરના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

આપઘાત દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદસુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડો.હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં મૃતક ડોક્ટર હર્ષ પંડ્યાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે એટ્રોસીટી એક્ટ અને આપઘાતની દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

 

સુરતની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજી વિભાગના ડો. હર્ષ પંડ્યા આપઘાત મામલે કાર્યવાહી વધુ વણસી છે. મૃતક ડોક્ટરના પિતાએ સત્તાવાર રીતે ફરિયાદ આપતા પોલીસે ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

અગાઉ એન્ટી રેગિંગ સ્કોડના પ્રાથમિક તપાસ રિપોર્ટના આધારે ડો. નિરાલી વસાવે, ડો.અનુજ મહેશ્વરી, ડો.દીસીતા ઘેવરિયા અને ડો.હિના ભુતને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ ચારેય આરોપી ડોક્ટરો સામે એટ્રોસીટી અને આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા તેમની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.

 

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે ડો. હર્ષનું મૃત્યુ ગળે ફાંસો ખાવાને કારણે જ થયું હતું.આ સમગ્ર કૌભાંડમાં માત્ર સિનિયર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ વિભાગના HOD અને મેડિકલ કોલેજના ડીન વિરુદ્ધ પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે. એન્ટી રેગિંગ સ્કોડ દ્વારા સોંપવામાં આવેલા વિસ્તૃત અહેવાલના આધારે પોલીસ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે.

 

હાલની પરિસ્થિતિએ આક્ષેપિત ચાર ડોકટરોમાંથી બે ડોકટરે પોલીસ સમક્ષ પોતાના નિવેદનો નોંધાવી દીધા છે, જ્યારે બાકીના બે ડોક્ટરોના નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *