ગાંધીનગર જિલ્લાના મુખ્ય મથક ચિલોડા મોટા ખાતે શિરોમણી સંત રવિ મહારાજની 650મી જન્મ જયંતી નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સમરસતા રથનું આગમન થયું હતું.
આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને રોહિત સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.રથ વલાદ અને પ્રાંતીયા થઈને ચિલોડા સર્કલ, અક્ષર કોમ્પ્લેક્સ, ગાંધીનગર રોડ પાસે પહોંચ્યો હતો. અહીં મોટી સંખ્યામાં લોકો રથના સ્વાગત માટે એકઠા થયા હતા.આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિલીપસિંહ સોલંકી, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વર્ષાબેન પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અંજનાબેન પટેલ સહિત વિષ્ણુભાઈ પટેલ, જૈમીનભાઇ પટેલ, નિયલ પટેલ, પ્રવીણભાઈ પટેલ, લાલભાઈ ચૌધરી, કલ્પેશ પટેલ, સુનિલ પટેલ, ડાહ્યાભાઈ સોલંકી, ઘનશ્યામસિંહ ઝાલા અને નટુભાઈ પટેલ જેવા અગ્રણી નાગરિકો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પુષ્પહાર અને આરતી ઉતારી રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું.સ્વાગત સમારોહ બાદ સમરસતા રથ ચિલોડાથી ગાંધીનગર તરફ આગળ વધ્યો હતો.
