ભાજપની નવી ટીમની જાહેરાત, નિતીન નબીનની ટીમમાં નવા કોણ? જુના કોણ? લિસ્ટ સાથે વાંચો

Spread the love

ભાજપ અધ્યક્ષ નીતિન નબીને પદ સંભાળ્યાના 209 દિવસ પછી સોમવારે 65 સભ્યોની કાર્યકારિણીની જાહેરાત કરી દીધી. રામ માધવને ઉપાધ્યક્ષ અને સ્મૃતિ ઈરાનીને મહાસચિવ બનાવીને પાછા લાવવામાં આવ્યા छे.

 

ભાજપ IT સેલના પ્રભારી અમિત માલવીયાને હટાવી દેવામાં આવ્યા છે, દીપક મ્હસ્કે તેમનું સ્થાન લેશે. જ્યારે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ઉપાધ્યક્ષ પદે યથાવત રહેશે. રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષ પણ પદ પર યથાવત રહેશે.

 

55 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતી નીતિન નબીનની ટીમમાં 12 મહિલાઓ છે. યુપીમાંથી બે મુસ્લિમ ચહેરા તારિક મન્સૂર અને બાસિત અલીને સામેલ કરવામાં આવ્યા છે. ટીમમાં 13 ઉપાધ્યક્ષ, 8 મહાસચિવ, 16 સચિવ અને 28 સભ્યોનો સમાવેશ થાય છે.

નીતિન નબીનની ટીમમાં 12 મહિલાઓ

 

ભાજપ અધ્યક્ષ નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમમાં 12 મહિલાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

 

તેમાં વસુંધરા રાજે, ડી. પુરંદેશ્વરી, રેખા વર્મા, વર્ષાબેન દોશી, ડો. ભારતી પવાર અને ડો. મધુચંદ્ર કરને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

 

સ્મૃતિ ઈરાનીને મહાસચિવ બનાવવામાં આવ્યા છે. કવિતા પાટીદાર, ફાંગ્નોન કોન્યાક અને સંગીતા યાદવ રાષ્ટ્રીય મંત્રી બન્યા છે. આ ઉપરાંત રૂપ કુમારી ચૌધરીને મહિલા મોરચા અધ્યક્ષ અને પ્રીતિ ગાંધીને સોશિયલ મીડિયા સહ-સંયોજકની જવાબદારી મળી છે.

 

સૌથી વધુ પ્રતિનિધિત્વ ઉત્તર પ્રદેશની 3 મહિલાઓનું છે, જ્યારે મહારાષ્ટ્રની 2 અને બાકીના રાજ્યોની 1-1 મહિલાઓ છે.

આ જ વર્ષે જાન્યુઆરીમાં નીતિન નબીન ભાજપ અધ્યક્ષ બન્યા હતા

 

ભાજપે નીતિન નબીનને 20 જાન્યુઆરી 2026ના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા હતા. તેઓ જેપી નડ્ડાની જગ્યાએ પાર્ટીના નવા અધ્યક્ષ બન્યા. તેના એક દિવસ પહેલા, 19 જાન્યુઆરીના રોજ તેમના નામની બિનહરીફ ચૂંટણી થઈ હતી. નીતિન નબીન 45 વર્ષની ઉંમરે ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *