ઘણા લોકો દિવસભર થાક, નબળાઈ અને માનસિક તણાવ અનુભવે છે અને તેને ઊંઘ પૂરી ન થવા કે કામના બોજ તરીકે માની લે છે. પરંતુ રાત્રે 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ પછી પણ જો સુસ્તી ન જાય, તો તેનું મુખ્ય કારણ શરીરમાં આયર્નની કમી હોઈ શકે છે.ઈન્સ્ટાગ્રામ પર હેલ્થ એક્સપર્ટ જણાવ્યું છે કે જ્યારે શરીરમાં આયર્નની માત્રા ઘટી જાય છે, ત્યારે શરીર કેટલાક ખાસ સંકેતો આપવાનું શરૂ કરે છે જેની તરફ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.ઘરના કે ઓફિસના સામાન્ય દૈનિક કામકાજ કરતી વખતે પણ જો શ્વાસ ચડવા લાગે અથવા હૃદયના ધબકારા ઝડપી થઈ જાય, તો એ દર્શાવે છે કે શરીરના અંગો સુધી આયર્ન દ્વારા પહોંચતો ઓક્સિજન ઓછો પડી રહ્યો છે.શરીરમાં આયર્નનું સ્તર ઘટવાને કારણે વાળના મૂળ સુધી પૂરતું પોષણ પહોંચતું નથી, જેના કારણે અચાનક અને ખૂબ જ ઝડપથી હેયરફોલ થવા લાગે છે.આ લક્ષણો માત્ર આયર્નની કમી જ નહીં, પણ અન્ય વિટામિન્સની ઊણપ અથવા સ્વાસ્થ્ય સંબંધિત બીજી સમસ્યાઓના કારણે પણ હોઈ શકે છે.જો આ લક્ષણો તમને લાંબા સમય સુધી સતત અનુભવાતા હોય, તો જાતે ઈલાજ કરવા કે સપ્લીમેન્ટ્સ લેવાને બદલે યોગ્ય બ્લડ ટેસ્ટ કરાવીને તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.