સાવધાન! ભાવનગર ઝેરી દારૂ કાંડ: પોલીસે જાહેર કરી ચેતવણી; આ સ્ટીકર કે બારકોડવાળી બોટલ હોય તો ભુલથી પણ ન પીવો, તાત્કાલિક નાશ કરો

Spread the love

ભાવનગરમાં સામે આવેલા ઝેરી દારૂના બનાવ બાદ પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સખત વિનંતી સાથેની એડવાઈઝરી રજૂ કરવામાં આવી છે:દારૂનો તાત્કાલિક નાશ કરવો: જો કોઈ વ્યક્તિ પાસે આ ખાસ પ્રકારની બોટલ અથવા તેના પર દર્શાવેલા સ્ટીકરવાળો દારૂ પડ્યો હોય, તો ભૂલથી પણ તેનું સેવન ન કરવું અને તાત્કાલિક અસરથી તેનો નાશ કરી દેવો.

 

તબીબી તપાસ કરાવવી: જો કોઈ વ્યક્તિએ નીચે દર્શાવેલી બોટલ અથવા સ્ટીકરવાળા દારૂનું સેવન કર્યું હોય, તો વિલંબ કર્યા વગર તાત્કાલિક નજીકના સરકારી કે ખાનગી દવાખાના/હોસ્પિટલમાં જઈને પોતાની તબીબી ચકાસણી (મેડિકલ ચેકઅપ) કરાવી લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *