ભારતને ખાંડ વેચવા પાક. તૈયાર પાક ખાંડ મીલો પાસે જંગી સ્ટોક

Spread the love

ભારતમાં શેરડીનો ઉપયોગ ઈથોનલ નિર્માણમાં જતા ખાંડની ઉભી થયેલી તંગીમાં હવે પાકિસ્તાન પણ ભારતને ખાંડ વેચવા આતુર છે. પાકિસ્તાન સુગર મિલ એસો.ના જણાવ્યા મુજબ તેમની પાસે ખાંડનો વધારાનો મોટો સ્ટોક છે.

 

જેના કારણે ખાંડ મીલોના નાણા ફસાઈ ગયા છે તેથી જો ભારતને નિકાસની મંજુરી આપવામાં આવે તો ખાંડમીલોને મોટી રાહત થશે. જો કે પાક સરકાર મંજુરી આપશે તો પણ ભારત પાક પાસેથી ખાંડ ખરીદે કે કેમ તે પણ પ્રશ્ન છે.ભારત-પાક વચ્ચે વ્યાપાર સદંતર બંધ છે અને પાકથી કોઈ આયાત થતી નથી.

 

પાક ખાંડ મીલ એસો.નો દાવો છે કે અન્ય દેશો કરતા પાકિસ્તાનની ખાંડનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અત્યંત ઓછો આવશે. પાક ખાંડ મિલો પાસે 21.8 લાખ ટનનો સ્ટોક છે. જયારે ઘરેલુ બચત 5.50 લાખ ટન પ્રતિ માસની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *