વિશ્વમાં જોવા જઈએ તો બ્રાઝિલ બાદ ભારત બીજો સૌથી મોટો ખાંડ એક્સપોર્ટ કરનારોનું રાષ્ટ્ર છે. જો કે, હાલ ભારતમાં સુગરની સ્થિતિ સારી નથી. છૂટક બજારમાં ભાવ સતત વધી રહ્યા છે. દેશના કેટલાક વિસ્તારોમાં, એક કિલોગ્રામ ખાંડનો ભાવ પ્રતિ કિલોગ્રામ 70 રૂપિયા સુધી પહોંચી ગયો છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે દુનિયાને સુગર વેચતા દેશમાં આ અછત કેમ જોવા મળી રહી છે.નાણાકીય વર્ષ 2021-2022માં, દેશમાં કુલ 358 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. આ વર્ષ માટે શરૂઆતનો સ્ટોક 63 થી 65 લાખ ટન હતો. 2022-2023માં, ઉત્પાદન ઘટીને 328 લાખ ટન થયું. 2023-24માં, કુલ ખાંડનું ઉત્પાદન 320 લાખ ટન હતું. નોંધનીય છે કે 2025-2026માં કુલ 324 લાખ ટન ખાંડના ઉત્પાદનનો અંદાજ છે. આ આંકડામાં ઇથેનોલની રકમનો પણ સમાવેશ થાય છે.
ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, 2025-2026 નાણાકીય વર્ષમાં ખાંડનું ઉત્પાદન 290 લાખ ટન હતું. આમાં ઇથેનોલ ઉત્પાદનમાં વપરાતી 31 લાખ ટન ખાંડનો સમાવેશ થતો નથી. ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, કેન્દ્રએ આ વર્ષે નવી સીઝન પહેલા 28 લાખ ટનનો વપરાશનો અંદાજ લગાવ્યો હતો.
કેમ વધી રહ્યા છે ભાવ?
સુગરના ભાવમાં વધારા પાછળ ઘણા કારણો છે. પહેલું ઉત્પાદનમાં ઘટાડો છે. આના ઘણા કારણો છે, જેમાં ઇથેનોલનો પણ સમાવેશ થાય છે. ભારત પેટ્રોલમાં ઉમેરવા માટે ઇથેનોલનું જોરદાર ઉત્પાદન કરી રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં આ હેતુ માટે ઘણા પ્રોડક્શન યુનિટ પણ લગાવ્યા છે. મહત્વનું છે કે, કુલ ઇથેનોલ ઉત્પાદનમાં સુગરનો ફાળો ખાલી 30થી 35 ટકા છે.
બીજું કારણ ઉત્પાદનમાં ઘટાડો છે. સિઝનની શરૂઆતમાં કેન્દ્રએ આશા રાખી હતી તે લેવલે પ્રોડક્શન થયું નહીં. આ સમય દરમિયાન, ભારતે યુએઈ સહિત અન્ય દેશોમાં સુગર વેચી. 2026ના મે મહિનામાં, કેન્દ્રએ સુગરના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ઉત્પાદનમાં ઘટાડો ઉત્તર પ્રદેશમાં પાકમાં જીવાતોના ઉપદ્રવને કારણે થયો હતો, જેના કારણે શેરડીના પાક પર ખરાબ અસર થઈ હતી અને તેની અસર પ્રોડક્શન પર પડી હતી.
સુગરની આયાતને સરકારની મંજૂરી
આવનારા મહિનાઓમાં રક્ષાબંધન, ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળી સહિત ઘણા મોટા તહેવારો આવી રહ્યા છે. આ સમય દરમિયાન, દેશમાં સુગરની માંગ વધે છે. આ જ કારણ છે કે સરકારે ઉતાવળે સુગરની આયાતને મંજૂરી આપી છે. સુગરના વધતા ભાવોને કંટ્રોલમાં લાવવા અને સ્ટોકમાં વધારવા માટે, ટેરિફ રેટ ક્વોટા (TRQ) હેઠળ 31 ઓક્ટોબર સુધી 10 લાખ ટન કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપવામાં આવી છે.
