સોનામાં રોકાણ કરતા રોકાણકારો માટે ‘ખુશખબર’, માર્કેટ સામાન્ય થતાં જ ફંડ હાઉસે લીધો આ ‘મોટો નિર્ણય’

Spread the love

સોનામાં રોકાણ કરતા મોટા રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટાટા મ્યુચ્યુઅલ ફંડે ટાટા ગોલ્ડ ETF માં 25 કરોડ રૂપિયા કે તેથી વધુનું રોકાણ કરનારા રોકાણકારો માટે રોકાણ ફરીથી શરૂ કરી દીધું છે. આ સાથે જ ટાટા ગોલ્ડ ETF FOF માં લમ્પ-સમ (એકસાથે) રોકાણ અને સ્વિચ-ઈન પર મુકાયેલી મર્યાદા પણ હટાવી દેવામાં આવી છે.આ ફેરફાર આજથી એટલે કે 21 ઓગસ્ટથી અમલમાં આવી ગયો છે અને આગામી સૂચના સુધી ચાલુ રહેશે.ફંડ હાઉસના જણાવ્યા અનુસાર, માર્કેટની સ્થિતિ સામાન્ય થયા બાદ રોકાણના આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પહેલા 5 જૂને ફંડ હાઉસે જણાવ્યું હતું કે, ટાટા મ્યુચ્યુઅલ ફંડ સાથે સીધા કરવામાં આવતા 25 કરોડ રૂપિયા કે તેથી વધુના રોકાણ માટે ટાટા ગોલ્ડ ETF માં સબ્સ્ક્રિપ્શનને અસ્થાયી રૂપે સીમિત કરવામાં આવશે. જણાવી દઈએ કે, આ રોક 8 જૂન 2026 થી લાગુ થઈ હતી.આ સિવાય, ટાટા ગોલ્ડ ETF FOF માં લમ્પ-સમ ઇન્વેસ્ટમેન્ટ અને સ્વિચ-ઈન પર પણ મર્યાદા લાદવામાં આવી હતી. 8 જૂન 2026 ના રોજ બપોરે 3 વાગ્યાના કટ-ઓફ ટાઇમ પછી મળેલા ટ્રાન્ઝેક્શન માટે પ્રતિ PAN, પ્રતિ કૅલેન્ડર મહિને મહત્તમ 10 લાખ રૂપિયાના રોકાણની મંજૂરી હતી. આ મર્યાદા પહેલા હોલ્ડરના સ્તર પર લાગુ હતી.આમ જોવા જઈએ તો બંને યોજનાઓ સોના સાથે જોડાયેલી છે પરંતુ તેમની રોકાણ કરવાની રીત અલગ છે. 31 જુલાઈ 2026 સુધી ટાટા ગોલ્ડ ETF નું AUM 5,715 કરોડ રૂપિયા હતું. AUM એટલે કે આ ફંડ હેઠળ રોકાણકારોના કુલ કેટલા પૈસા છે. આ જ તારીખ સુધી ટાટા ગોલ્ડ ETF FOF નું AUM 1,389 કરોડ રૂપિયા હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *