ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાએ શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી માટે સઘન ઝુંબેશ (Food Safety Raid Gandhinagar) હાથ ધરી હતી. ટીમે શહેરની વિવિધ હોટલ અને ખાણીપીણીની પેઢીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન ગ્વાલિયા સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટમાંથી 31 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, જ્યારે પટ્ટી વડાપાઉંમાં અસ્વચ્છતા અને ઉંદર દ્વારા કાતરેલા પાઉંના પેકેટ મળી આવતાં તેનું ફૂડ રજિસ્ટ્રેશન 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.ફૂડ સેફ્ટી શાખાની તપાસ દરમિયાન ‘પટ્ટી વડાપાઉં’ ખાતે (Patti Vadapav) ગંભીર સ્વચ્છતા સંબંધિત ખામીઓ સામે આવી હતી. ત્યાં રાખવામાં આવેલા પાઉંના કેટલાક પેકેટ ઉંદર દ્વારા કાતરેલા હોવાનું જણાયું હતું. આ સ્થિતિને ગંભીરતાથી લઈ સંબંધિત એકમનું ફૂડ રજિસ્ટ્રેશન 7 દિવસ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. નિર્ધારિત સમયગાળા દરમિયાન સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના ધોરણોમાં જરૂરી સુધારા કરવા સૂચના આપવામાં આવી છે.
Food Safety Raid Gandhinagar: ગ્વાલિયા સ્વીટ્સમાંથી 31 કિલો અખાદ્ય જથ્થાનો નાશ
રક્ષા શક્તિ સર્કલ નજીક આવેલી ગ્વાલિયા સ્વીટ (Gwalya Sweets) એન્ડ રેસ્ટોરન્ટમાંતપાસ દરમિયાન એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ (Expired Food) ગયેલી ઝીણી સેવ, ચવાણું તેમજ ખરાબ સ્થિતિમાં સંગ્રહાયેલો મેંદાનો લોટ મળી આવ્યો હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓએ અંદાજે રૂ.10 હજારની કિંમતનો કુલ 31 કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો સ્થળ પર જ નષ્ટ કરાવ્યો હતો. સ્વચ્છતા અને સેનિટેશનની ખામીઓને લઈને પેઢીને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપવામાં આવી છે.Food Safety Raid Gandhinagar: ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી શાખાના સરપ્રાઈઝ ચેકિંગ
રાજવી ફૂડ કોર્નરમાં પણ સ્વચ્છતાની ખામી
કુડાસણ વિસ્તારમાં આવેલી રાજવી ફૂડ કોર્નરમાં પણ તપાસ દરમિયાન ગંદકી અને સ્વચ્છતાની ખામીઓ જણાઈ હતી. ફૂડ સેફ્ટી વિભાગે એકમને જરૂરી સુધારા કરવા માટે નોટિસ પાઠવી હોવાનું જણાવાયું છે.
વિવિધ ખાણીપીણીના એકમોમાંથી 10 સેમ્પલ લેવાયા
ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની વધુ તપાસ માટે વિવિધ એકમોમાંથી કુલ 10 નમૂના લેવામાં આવ્યા છે. તેમાં સરગાસણની લા ક્રસ્ટ હોટેલમાંથી પનીર શાશ્લિક સિઝલર, મલાઈ પનીર, તુવેર દાળ અને મસાલાનાનમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજવી ફૂડ કોર્નર અને ગ્વાલિયા ફૂડ્સમાંથી પણ મિક્સ વેજ, પનીર અને દહીવડા સહિતના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
