મહેસાણાની શિવ વાટિકા સોસાયટીમાં પ્રેમલગ્ન (Mahesana Love Marriage Case)ને લઈને બે પરિવારો વચ્ચે ચાલી રહેલા વિવાદે હવે કાયદાકીય વળાંક લીધો છે. પાલનપુરની ડો. ચાંદની પટેલે પરિવારની મરજી વિરુદ્ધ મહેસાણાના ડો. સ્મિત પરમાર સાથે લગ્ન કર્યા હોવાના મામલે બંને પરિવારો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવની સ્થિતિ જોવા મળી રહી હતી.હવે ચાંદનીની માતા નીતાબેન પટેલની ફરિયાદના આધારે પોલીસે સ્મિતના પરિવારજનો સહિત અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
18 ઓગસ્ટે બંને પરિવારો વચ્ચે થયો હતો વિવાદ
મળતી માહિતી મુજબ, ગત 18 ઓગસ્ટે ચાંદનીના પરિવારજનો તેને સમજાવીને પરત લઈ જવા માટે મહેસાણામાં ડો. સ્મિત પરમારના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને ખેંચતાણ થઈ હતી. બાદમાં ચાંદનીને તેના પિયર પક્ષના લોકો પોતાની સાથે લઈ ગયા હતા. આ ઘટનાને પગલે ચાંદનીની સાસુએ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ, ઘટનાની ખેંચતાણ દરમિયાન ચાંદનીની માતા નીતાબેન પટેલ નીચે પડી જતાં તેમને ઈજા થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.નીતાબેન સાથે થયેલી મારઝૂડના આક્ષેપોની પણ તપાસ કરી સાસરી પક્ષ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ મુદ્દે પોલીસ મથક બહાર રાત્રે 12 વાગ્યા સુધી ધરણા કરવામાં આવ્યા હતા.
ધરણા બાદ નીતાબેનની ફરિયાદ લેવામાં આવી
પાટીદાર સમાજના ધરણા અને રજૂઆત બાદ પોલીસે નીતાબેન પટેલની ફરિયાદ સ્વીકારી હતી. ફરિયાદના આધારે હવે ડો. સ્મિત પરમારના પરિવારજનો અને અન્ય અજાણ્યા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે BNSની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક મિલાપ લાલજીભાઈ પટેલને સોંપવામાં આવી છે.
Mahesana Love Marriage Case
Mahesana Love Marriage Caseના વિવાદમાં બંને પક્ષે પોલીસ ફરિયાદ
આ સમગ્ર મામલે એક તરફ ચાંદનીની સાસુ દ્વારા અપહરણની ફરિયાદ કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ ચાંદનીની માતાની ફરિયાદના આધારે સ્મિતના પરિવાર સામે ગુનો નોંધાયો છે. જેના કારણે પ્રેમલગ્ન (Mahesana Love Marriage Case)થી શરૂ થયેલો પારિવારિક વિવાદ હવે પોલીસ તપાસ સુધી પહોંચી ગયો છે.
હાલ પોલીસે બંને પક્ષોની ફરિયાદો અને ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન મારામારી, ખેંચતાણ અને અન્ય આક્ષેપો અંગે હકીકતો સામે આવવાની શક્યતા છે. પોલીસે સમગ્ર મામલે સંડોવાયેલા લોકોના નિવેદનો અને ઘટનાક્રમની તપાસ હાથ ધરી છે.આ સમગ્ર મામલે એક તરફ ચાંદનીની સાસુ દ્વારા અપહરણની ફરિયાદ કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ ચાંદનીની માતાની ફરિયાદના આધારે સ્મિતના પરિવાર સામે ગુનો નોંધાયો છે. જેના કારણે પ્રેમલગ્ન (Mahesana Love Marriage Case)થી શરૂ થયેલો પારિવારિક વિવાદ હવે પોલીસ તપાસ સુધી પહોંચી ગયો છે.
હાલ પોલીસે બંને પક્ષોની ફરિયાદો અને ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન મારામારી, ખેંચતાણ અને અન્ય આક્ષેપો અંગે હકીકતો સામે આવવાની શક્યતા છે. પોલીસે સમગ્ર મામલે સંડોવાયેલા લોકોના નિવેદનો અને ઘટનાક્રમની તપાસ હાથ ધરી છે.
