એક 16 વર્ષનો છોકરો ડોક્ટર બનવા માગતો હતો. ધોરણ 10માં 92 ટકા લાવ્યો અને 11મા ધોરણમાં ભણતો હતો પણ આજની ચકાચાંદ દુનિયામાં એવો ઉલઝાયો કે જે પરિવારની કેપેસેટી નહોતી એવા પરિવાર પાસે iPhone માગવા લાગ્યો જ્યાં એન્ડ્રોઈડ ફોનના પણ ફાંફા હતા.
આજના યુગમાં ટેકનોલોજી આપણને દુનિયા સાથે જોડે છે, હાલમાં એખબીજાની દેખાદેખી અને સ્ટેટસ સિમ્બોલનું એટલું મહત્વ વધી ગયું છે કે લોકો પૈસા હોય કે ના હોય હપતા ભરીને પણ એવી જિંદગી જીવે જે એમની કેપેસેટી જ નથી.આવા જ એક કેસમાં 3 લોકોનાં મોત તઈ ચૂકયા છે. આ આઘાતજનક ઘટનાએ ફરી સવાલો ઉભા કર્યા છે કે આજના જમાનામાં આ પ્રકારની જિંદગી કેટલી જરૂરી છે. એક દીકરો જે ડોક્ટર બનવા માટે મહેનત કરતો હતો એ iPhone પાછળ એટલો પાગલ હતો કે પિતાની ના ના છતાં EMI પર મોબાઈલ લઈને આવી ગયો. હાલમાં બાળકોમાં એકબીજાની દેખાદેખી વધારે વધી ગઈ છે.મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં, એક 18 વર્ષીય યુવકની iPhoneની જીદ અને એની EMI ચૂકવવાની નિરાશાએ એક હસતા ખેલતા પરિવારને ઉજાડી દીધો છે. કુણાલે પિતાની મરજી વિના iPhone તો ખરીદી લીધો હતો પરંતુ હપ્તા ચૂકવી શકતો ન હતો. છત્રપતિ સંભાજીનગર પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે પરિવારમાં વિવાદ થયો, જે આખરે મોટી દુર્ઘટનામાં પરિણમ્યો. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી, જેમાં કુણાલ અને તેના માતા-પિતા એક પર્વતની પરથી ખીણમાં પડીને પોતાનો જીવ ગુમાવતા દેખાયા છે. શું એક પિતાની સ્થિતિને એક દીકરો ન સમજી શકે તો કોણ સમજી શકે. તમને ખબર છે કે તમારા ઘરની હાલત શું છે તો પણ iPhone લેવો જરૂરી છે. કોઈ એવો પિતા હશે કે જે દીકરો જીદ કરે અને એની સ્થિતિ હોય તો ના લાવી આપે… બાળકો આજે મા બાપને સમજી રહ્યા નથી એનું પરિણામ સંભાજી નગરનો કેસ છે.
કુણાલની માતા સંગીતા પણ તેમની પાછળ કૂદી પડી
એક વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે જ્યારે કુણાલ આત્મહત્યાની ધમકી આપી રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિ એને વિનંતી કરી રહ્યો હતો કે બેટા “તમારી માતા માટે તો જીવો એ તમને વિનવણી કરી રહી છે તો કૃણાલે જવાબ આપ્યો, “ના, મારે મરવું પડશે. આ એકમાત્ર રસ્તો બાકી છે.” થોડા સમય પછી પિતા મુરલીધર ચાંદગુડે તેને સમજાવવા અને ખીણથી દૂર રાખવા માટે પ્રયાસ કર્યો પણ બંનેએ બેલેન્સ ગુમાવ્યું અને તેનો સીધા ખીણમાં ખાબક્યા હતા. દીકરા અને પતિને ખીણમાં પડતા જોઈ અત્યારસુધી ચોંધાર આંસુએ રડતી કુણાલની માતા સંગીતા પણ તેમની પાછળ કૂદી પડી હતી. જે મા દીકરા માટે પતિને છોડવા તૈયાર હતી. એ દીકરો અને પતિ જ ન રહેતાં તેને પણ હતાશામાં આ પગલું ભર્યું હતું. જેમાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
