Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ

Spread the love

અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સનમાં આ ઘટના બની છે. લૂંટની ધટનાને અંજામ આપવા માટે સ્ટોરમાં આરોપી ઘૂસ્યો હતો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. લૂંટ બાદ સ્ટોરમાં હાજર 56 વર્ષીય સુરેશ પટેલ પણ ગોળી ચલાવી હતી. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ થયું છે. લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસેલા આરોપીએ રોકડ રકમ લીધા બાદ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સનમાં એક ગુજરાતી પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. મૃતકની ઓળખ 56 વર્ષીય સુરેશ પટેલ તરીકે થઈ છે.

 

:મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ”

લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસ્યો હતો આરોપી

 

મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં ટેનેસી રાજ્યના જેક્સનમાં ગુરુવારે રાત્રે આશરે 9 વાગ્યાની આસપાસ એક અજાણ્યો શખ્સ હથિયાર સાથે જેક્સનના રિજક્રેસ્ટ સેલર્સ સ્ટોરમાં ઘૂસ્યો હતો. આરોપીએ ગન પોઇન્ટ પર લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવ્યા પહેલા અંધાધૂંધ સ્ટોરમાં ફાયરિંગ કર્યું હતુ અને ત્યારબાદ લૂંટ ચલાવી સુરેશ પટેલની ગોળી મારીને હત્યા કરી દીધી. સમગ્ર ઘટનાના કારણે મૃતકનો પરિવાર શોકમગ્ન છે. મળતી માહિતી મુજબ લૂંટારૂને રોકડ આપી દીધી હોવા છતાં પણ તેમણે ગોળી મારી સુરેશ પટેલની હત્યા કરી દીધી, સુરેશ પટેલનાે ગોળી લાગતા તેમને ગંભીર ઇજા થઇ હોવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે.

 

આરોપી કારમાં ફરાર

 

લૂંટની ઘટનાને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી બુકાનીધારી હતો અને તેમણે ગ્રે હૂડી, જીન્સ અને કાળા બૂટ પહેર્યા હતા.પોલીસે સ્ટોરના સીસીટીવી ચેક કરતા આ માહિતી મળી છે. પોલીસે CCTV કેમેરાના ફૂટેજ સહિતના પુરાવાના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *