gj 18 ખાતે આજરોજ ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે હળવી મૂડમાં હતા, આખો દિવસ અને 24 કલાક ટ્રેસમાં રહેવાનું ત્યારે પબ્લિક સાથે લાવો થોડીવાર ટેસમાં રહું, ચાલ જીવી લઈએ, ત્યારે ચા ની કીટલીવાળાને લોટરી લાગી ગઈ, બાકી શહેર પ્રમુખ ની જુની બેઠક કહી શકાય, આ બેઠક ઉપર પૂર્વ કર્મચારી એવા ભવાનસિંહ થી લઈને અનેક રિટાયર્ડ કર્મચારી અધિકારીઓ બેસતા હોય છે, ત્યારે આજે હળવી પળો ગાળવા ડેપ્યુટી મુખ્યમંત્રી પણ ચા ની ચૂસકી મારવા આવી ગયા હતા, ચા ની ચૂસકીના ચટુડીયા પૂર્વ ડેપ્યુટી મેયર હિતેશ મકવાણા પણ છે, પીલે પીલે ઓ મોરે રાજા પીલે પીલે ઓ મોરે જાની પણ વિસ્કી નહીં ચા ચા ચા.. ત્યારે પબ્લિક પણ પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવી ને જોવા ઉમટી હતી, આજે સરકારી એક રજા હતી એટલે સુરત ક્યાંથી આટો મારવા જાય, ઘરના હોમ મિનિસ્ટર ના રોટલા ખાવા જવું હોય તો બીજા દિવસે બુધવારે કેબિનેટ હોય એટલે પાછા આવવું પડે, ત્યારે અપના હાથ જગન્નાથ હોય તેમ ઘરના રસોઈયાનું જમી લેવાનું, બાકી આ કાના ને પૂછો વાંસળી વગાડતા આવડે, શંખ વગાડતા આવડે, ઢોલક મંજીરા બધું વગાડી દે અને ગુજરાતમાં ગુંડા લુખા તત્વોને માટે સર્વિસ સ્ટેશનનો પણ ખોલી દીધા છે, પણ હા આજે એક સામાન્ય વ્યક્તિ તરીકે ચા ની કીટલી એ બેસીને ચા પી રહ્યા છે, જે પણ નેતાઓ બન્યા તેમનું મુકામ સ્થળ મોટા ભાગનું ચા ની કીટલીઓ જ છે… ત્યારે મહિલાઓ મોટાભાગે ચાની કીટલી એ ચા પીવા ન જાય, પણ મેયર મીરાબેન પટેલે ચુસ્કી મારી લીધી, શહેર પ્રમુખ આશિષ દવે પણ ચા ના ભારે રશિયા, અરે ગૌરાંગ વ્યાસ પણ રોજની 15- જેટલી ચા ઠોકી જાય, પણ આખો દિવસ મોટાભાગનો ચા ઉપર જ ચાલે, ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રી હજી ઘણી ચા ની કીટલીઓ ફેમસ છે ત્યાં પણ પધારો, બાકી ચા ના પૈસા નહીં લે અને તમે બ્રાન્ડ એમ્બેસેડર બની જાઓ, ત્યારે બાજુમાં ચેરમેન ગૌરાંગ વ્યાસ, પૂર્વ ચેરમેન જશુ જોરદાર બેઠા છે, ત્યારે ભવા નસિંહ જોડે ડેપ્યુટી મુખ્યમંત્રી ચર્ચા કરી રહ્યા છે, બાકી રહ્યા ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર પણ ચાની ચૂસકી મારવા આવે છે, તેમની પણ બેઠક અહીંયા છે, ઘણીવાર બિસ્કીટ સાથે ચા પિતા જોવા મળે




