કુદરતનું આવું રોદ્ર સ્વરૂપ તમે નહીં જોયું હોય, બ્રિજ, ઘર, વાહનો…રસ્તામાં જે આવ્યું એ તબાહ થઈ ગયું, 105 ભારતીય ગાયબ, હજારો લોકો વહી ગયા હોવાની ખબર

Spread the love

નેપાળ ટૂરિઝ્મ બોર્ડના જણાવ્યા અનુસાર, બુધવારે (26 ઓગસ્ટ) નેપાળના રસુવા ક્ષેત્રમાં આવેલા ભયંકર પૂરને કારણે 291 વિદેશી નાગરિકો ગુમ થયા છે. તેમાં ઓછામાં ઓછા 105 ભારતીય પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ગુમ થયેલા વિદેશી નાગરિકોમાં અમેરિકાના 3 નાગરિકો, મલેશિયાના 17, બ્રિટનના 12, દક્ષિણ આફ્રિકાના 4, ઓસ્ટ્રેલિયાનો અને નેધરલેન્ડના 1-1 નાગરિકનો સમાવેશ થાય છે ; અન્ય 103 લોકોની રાષ્ટ્રીયતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

તિબેટની સરહદે આવેલા બે મધ્ય નેપાળ જિલ્લાઓમાં અચાનક ભારે પૂરમાં 19 લોકોના મોત થયા છે અને નદી કિનારાના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો છે. ઓછામાં ઓછા એક ડઝન હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને નુકસાન થયું છે. અધિકારીઓ જણાવ્યું છે કે તિબેટ બાજુથી સવારે 9:00 વાગ્યે (સ્થાનિક સમય) ભોટે કોશી નદીમાં પૂરનું પાણી ઝડપથી વધ્યું હતું, જેનાથી તિબેટની સરહદે આવેલા રસુવા અને ધાડિંગ જિલ્લાઓ તેમજ કાઠમંડુના દક્ષિણપશ્ચિમમાં નુવાકોટ જિલ્લાને અસર થઈ હતી.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિબેટમાં ચીન-નેપાળ સરહદ પર આવેલા ગામોમાં ભૂસ્ખલન બાદ ગુમ થયેલા લોકોને શોધવા અને બચાવવા માટે તમામ પ્રયાસો કરવાનો આદેશ આપ્યો છે. ભૂસ્ખલનના કારણે અનેક જાનહાનિ થઈ છે. ચીનની સરકારી મીડિયા અનુસાર, પીપલ્સ આર્મ્ડ પોલીસના શિગાત્સે ટુકડીના 145 અધિકારીઓ અને કર્મચારીઓને ભૂસ્ખલનથી પ્રભાવિત સરહદી બંદર વિસ્તારમાં તાત્કાલિક પ્રતિક્રિયા કામગીરીમાં મદદ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા

ચીનની તિબેટ સ્વાયત્ત પ્રદેશ નેપાળ સાથે આશરે 1,400 કિલોમીટરની સરહદ છે. સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે બુધવારે જીરોંગ બંદર નજીક ભૂસ્ખલન થયું હતું. ડ્રોન ફૂટેજમાં બંદરની કેટલીક ઇમારતો કાટમાળ નીચે દટાયેલી જોવા મળી હતી. ‘ગ્લોબલ ટાઇમ્સ’એ જણાવ્યું કે સ્થાનિક અધિકારીઓ આપત્તિગ્રસ્ત વિસ્તારમાં કર્મચારીઓને મોકલી રહ્યા છે. અહેવાલો અનુસાર, ઉત્તર નેપાળના જિરોંગ-રસુવા સરહદી વિસ્તારમાં બુધવારે અચાનક પૂર આવ્યા બાદ નેપાળમાં ચીની દૂતાવાસે કટોકટી ટીમોને એક્ટિવ કરી દીધી હતી. દૂતાવાસે અસરગ્રસ્ત વિસ્તારમાં ચીની નાગરિકો અને કંપનીઓની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને નેપાળ સરકાર અને સંબંધિત એજન્સીઓને બચાવ કામગીરી હાથ ધરવાનો આગ્રહ કર્યો હતો. અહેવાલોમાં જણાવાયું છે કે દૂતાવાસે નેપાળમાં રહેતા ચીની નાગરિકો અને સંસ્થાઓ માટે એક નવી એડવાઇઝરી પણ જાહેર કરી છે.

નેપાળની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે પાણીના સ્તરમાં અચાનક વધારાને કારણે રસુવા જિલ્લાના તિમુરે અને નજીકના સ્યાફ્રુબેસી વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. વાહનો, માલસામાન અને અન્ય સંપત્તિ વહી ગઈ છે. રસુવા જિલ્લો કાઠમંડુના ઉત્તરપૂર્વમાં સ્થિત છે, આ જિલ્લો તિબેટ સરહદથી આશરે 125 કિલોમીટર દૂર છે. રસુવાના સહાયક મુખ્ય જિલ્લા અધિકારી ધ્રુવ પ્રસાદ અધિકારીએ જણાવ્યું હતું કે પૂરનું સ્તર અસામાન્ય રીતે વધારે હતું અને બંને વસાહતોને ખૂબ નુકસાન થયું છે.

નેપાળના પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું કે ગંભીર પૂરને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહત કામગીરીને વધુ તેજ બનાવવા માટે નેપાળ સેના, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસના કર્મચારીઓને રસુવા અને આસપાસના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. PMO અનુસાર, પૂર પછીની પરિસ્થિતિની ચર્ચા કરવા અને તેને ઉકેલવા માટે જરૂરી પગલાં લેવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી રહી છે. નેપાળ સેનાએ ત્રિશુલી નદીની આસપાસના વિસ્તારોમાં શોધ અને બચાવ કામગીરી હાથ ધરવા માટે બે હેલિકોપ્ટર મોકલ્યા છે.

નેપાળમાં આવેલા પૂર બાદ બિહારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નેપાળ-ચીન સરહદ નજીક પાણીના સ્તરમાં અચાનક વધારો અને નદીઓના તેજ પ્રવાહને જોતા બિહાર અને ઉત્તર પ્રદેશના નેપાળ સરહદે આવેલા વિસ્તારોમાં અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ગંડક અને કોસી જેવી નદીઓના પાણીના સ્તર પર નજીકથી નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. પૂરના જોખમને ધ્યાનમાં રાખીને 6 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે પરિસ્થિતિ અંગે વાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *