Nepalમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે તંત્ર એક્શનમાં, ગાંધીનગર અને દૂતાવાસે જાહેર કર્યા કટોકટી નંબરો

Spread the love

ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ ઇમરજન્સી હેલ્પલાઇન જાહેર નેપાળમાં અચાનક આવેલ ભયાનક પૂર અને ભૂસ્ખલનની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ત્વરિત પગલાં ભર્યા છે. નેપાળમાં ફસાયેલા ગુજરાતના નાગરિકો અને તેમના પરિવારજનોની સહાયતા તેમજ જરૂરી માહિતીની આપ-લે માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે વિશેષ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે.

ગુજરાત તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા મુખ્ય હેલ્પલાઇન નંબરો:

 

લેન્ડલાઇન નંબર: 079-232-51900

મોબાઇલ નંબર: 9978405304

સ્ટેટ ઇમરજન્સી હેલ્પલાઇન ફ્રી નંબર: 1070

ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (જે તે જિલ્લા માટે): 1077

ભારતીય દૂતાવાસ દ્વારા ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર જાહેર

 

નેપાળમાં ભારતીય દૂતાવાસ દ્વારા ઇમરજન્સી નંબરો શરૂ આ ઉપરાંત, નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો અને પ્રવાસીઓ સુધી તાત્કાલિક મદદ પહોંચાડી શકાય તે માટે ભારતીય દૂતાવાસ દ્વારા પણ ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે નાગરિકો અથવા તેમના સગા-સંબંધિઓ નેપાળમાં ફસાયેલા હોય તેઓ નીચે દર્શાવેલા નંબર પર સીધો સંપર્ક કરી શકે છે:

+977 985 131 6807

+977 970 910 7500

લોજિસ્ટિક સહાય પૂરી પાડવા માટે તંત્ર દ્વારા કામગીરી

 

સહાયતા માટે તંત્ર સજ્જ ગુજરાત સરકાર અને વિદેશ મંત્રાલય સતત નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે. નેપાળમાં પૂરના કારણે સર્જાયેલી વિષમ પરિસ્થિતિમાં ફસાયેલા તમામ ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવા અને તેમને જરૂરી તમામ તબીબી તેમજ લોજિસ્ટિક સહાય પૂરી પાડવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. પરિવારજનોને આ આપાતકાલીન નંબરોનો ઉપયોગ કરી જરૂરી માહિતી મેળવવા વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *