નવી દિલ્હી, તા. 28 ટપાલ વિભાગ દેશભરમાં લોકોનાં સરનામાની ઓળખને વધુ સચોટ બનાવવા માટે ડિજિટલ પોસ્ટલ ઈન્ડેક્સ નંબર (ડિજિપિન) પર કામ કરી રહ્યું છે. આના દ્વારા દરેક વ્યક્તિના સરનામાને ડિજિટલ ઓળખ આપવા માટે ડિજિપિન આપવામાં આવશે.
આનાથી ટપાલ વિભાગ અને અન્ય મંત્રાલયોની સેવાઓ સચોટ રીતે લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે. ડિજિપિન આધાર નંબર, પાન નંબરની જેમ એક કોડ હશે, જેમાં કોઈપણ વ્યક્તિનું સરનામું નોંધાયેલું હશે.ડિજિપિનની સૌથી મોટી ખાસિયત એ હશે કે કોઈપણ સામાનનો ઓર્ડર કરતી વખતે વ્યક્તિએ પોતાનું પૂરૂ સરનામું લખવાની જરૂર નહીં રહે. બસ ડિજિપિન લખવાનું રહેશે અને સંબંધિત વ્યક્તિનો ઓર્ડર નિર્ધારિત સરનામે પહોંચી જશે. ટપાલ વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે ડિજિપિનને લઈને વ્યાપક સ્તરે કામ ચાલી રહ્યું છે.
આનો લાભ માત્ર ટપાલ વિભાગને જ નહીં, પરંતુ અન્ય વિભાગોને પણ મળશે. તેથી તમામ મંત્રાલયો અને વિભાગોને પણ જોડવામાં આવી રહ્યાં છે, જેથી તેમની સેવાઓ અને યોજનાઓનો લાભ પણ ડિજિપિન દ્વારા આમ લોકો સુધી પહોંચી શકે. સાથે જ, વિભાગોને ડિજિપિન દ્વારા પોતાનાં કામોનું નિરીક્ષણ કરવામાં પણ મદદ મળી શકશે.
માની લો કે જો તમામ વ્યક્તિઓનો ડિજિપિન મળી જાય છે તો સ્વાસ્થ્ય વિભાગ રસીકરણ જેવા અભિયાનોમાં એ અનિવાર્ય કરી દે કે જે વ્યક્તિને રસી લાગી રહી છે, તેનો ડિજિપિન ફીડ કરવો જરૂરી છે તો વિભાગને ક્ષણે-ક્ષણ સચોટ માહિતી મળતી રહેશે કે કઈ વ્યક્તિને વેક્સીન લાગી છે.
ટપાલ વિભાગ બે વર્ષ માટે ચલાવશે અભિયાન
લોકો પોતાનો સ્વયંનો ડિજિપિન તૈયાર કરી શકે તે માટે આવનારાં દિવસોમાં ટપાલ વિભાગ બે વર્ષનું એક ખાસ અભિયાન ચલાવશે, જેમાં લોકોને જાગૃત કરવામાં આવશે કે તેઓ પોતાનો ડિજિપિન બનાવીને તેમાં કાયમી અને અસ્થાયી સરનામું દાખલ કરે. એક વાર ડિજિપિન બન્યાં પછી તેમાં સરનામું બદલવાની પણ સુવિધા રહેશે. અભિયાન શરૂ કરવાને લઈને તૈયારી ચાલી રહી છે.
ટપાલી સમયસર પહોંચાડી શકશે ટપાલ
ટપાલ વિભાગનાં દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ડિજિપિનના માધ્યમથી ટપાલી કોઈપણ વ્યક્તિનું સચોટ લોકેશન જાણી શકશે અને ત્યાં નિર્ધારિત સમયે ટપાલ પહોંચાડી શકશે. આ માટે ટપાલીએ માત્ર ટપાલના કવર પર દર્શાવેલ ડિજિપિનને મોબાઇલ એપ પર દાખલ કરવાનો રહેશે.
ત્યાર પછી મેપ તે જગ્યાનું સચોટ લોકેશન ખોલીને આપી દેશે. ડિજિપિનને વધારાનાં સરનામાં તરીકે ઉપયોગ કરવાથી ભૌગોલિક સૂચના પ્રણાલી એટલે કે જીઆઈએસ (GIS) આધારિત સેવાઓને પ્રોત્સાહન મળશે.
શું છે ડિજિપિનની આધુનિક વ્યવસ્થા
ડિજિપિન એક ઓપન-સોર્સ, ઈન્ટરઓપરેબલ, જિયો-કોડેડ, ગ્રીડ-આધારિત ડિજિટલ એડ્રેસ સિસ્ટમ છે જેને ટપાલ વિભાગે આઈઆઈટી હૈદરાબાદ અને એનઆરએસસી ઈસરો (NRSC ISRO) ના સહયોગથી વિકસિત કરી છે. આ કોઈપણ સ્થાનની સચોટ ભૌગોલિક સ્થિતિને એક ડિજિટલ કોડ સાથે જોડે છે.
ડિજિપિનથી સામાનની ડિલિવરી, લોજિસ્ટિક્સ, કટોકટીની સેવાઓ (ઇમરજન્સી સેવાઓ) અને સરકારી યોજનાઓનો લાભ સાચા સ્થાન સુધી પહોંચાડવામાં મદદ મળશે. ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં આનાથી સેવા પહોંચાડવામાં સરળતા રહેશે. તેથી યુપીઆઈ (UPI) ની જેમ ડિજિપિનનું પણ એક માળખું તૈયાર કરવામાં આવશે, જ્યાંથી ડિજિપિન સાથે જોડાયેલા કાર્યોનું સંચાલન અને દેખરેખ થશે.
ડિજિટલ એરેસ્ટને અલગ ગુનો માનવામાં આવે : માનવઅધિકાર આયોગ
♦ તપાસ અને કેસ ચલાવવાની પ્રક્રિયા સરળ થશે
♦ નાણાકીય સંસ્થાઓને પણ જવાબદાર બનાવવામાં આવે
નવી દિલ્હી, તા. 28
ભારતીય માનવઅધિકાર આયોગ (NHRC) એ ડિજિટલ એરેસ્ટ દ્વારા થતી ઠગાઈને સાયબર ધોખાધડીનું સૌથી ખતરનાક સ્વરૂપ ગણાવ્યું છે. આયોગે ડિજિટલ એરેસ્ટને કાનૂની માળખા હેઠળ એક અલગ ગુનો બનાવવાનું સૂચન આપ્યું છે, જેથી તપાસ અને કેસ ચલાવવાની પ્રક્રિયાને વધુ સારી બનાવી શકાય.
એનએચઆરસીએ તાજેતરમાં જ પડિજિટલ એરેસ્ટથી થતી છેતરપિંડી સામે માનવાધિકારોની સુરક્ષાથ વિષય પર આયોજિત પઓપન હાઉસ ચર્ચાથ પછી આ ગુના સામે સરકારને અનેક સૂચનો આપ્યાં છે.
આયોગે કેન્દ્ર સરકારને મોકલેલાં સૂચનમાં કહ્યું છે કે ડિજિટલ એરેસ્ટના કેસોમાં પમ્યૂલ એકાઉન્ટથ (છેતરપિંડી માટે વપરાતા ખાતા) ભાડે આપવા, બળજબરીથી ગુના માટે લોકોની માનવ તસ્કરી કરવા અને છેતરપિંડીના હેતુથી સરકારી ઓળખનો ખોટો ઉપયોગ કરવાને ગુનો જાહેર કરવામાં આવે.
આયોગે છેતરપિંડી રોકવા અને કાર્યવાહીને મજબૂતી આપવા માટે ડિજિટલ ઇકોસિસ્ટમમાં નાણાકીય સંસ્થાઓ, ટેલિકોમ ઓપરેટરો અને અન્ય સર્વિસ પ્રોવાઇડરોને જવાબદાર બનાવવાનું પણ સૂચન કર્યું છે.
