એસ્સેલ અને ઝી ગ્રુપ સાથે જોડાયેલા . ૨૨,૦૦૬ કરોડના દેવા કેસમાં નવો વળાંક આવ્યો છે. એચડીએફસી બેન્ક અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સે સુભાષ ચંદ્રાની પર્સનલ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન યોજના મંજૂર કરવાના નેશનલ કંપની લો ટિ્રબ્યુનલના નિર્ણય સામે નેશનલ કંપની લો એપેલેટ ટિ્રબ્યુનલમાં જવાની તૈયારી કરી છે. એચડીએફસી બેન્કે જણાવ્યું છે કે તેણે આ યોજનાની વિદ્ધ મત આપ્યો હતો અને હવે એનસીએલએટીમાં અપીલ કરવાના વિકલ્પ પર વિચારણા ચાલી રહી છે.
એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સે પણ નિર્ણયને પડકારવાનું નક્કી કયુ છે.એનસીએલટીએ સુભાષ ચંદ્રાની પર્સનલ ગેરંટી સાથે જોડાયેલા લગભગ . ૨૨,૦૦૬ કરોડના સ્વીકારાયેલા
દાવાઓ સામે ચંદ્રા વ્યકિતગત રીતે . ૬.૨૫ કરોડ ચૂકવે તેવી યોજના મંજૂર કરી છે. આ ઉપરાંત . ૨૫ લાખ ઇન્સોલ્વન્સી પ્રક્રિયાના ખર્ચ માટે રાખવામાં આવ્યા છે. જોકે મૂળ લોન લેનારી એસ્સેલ અને ઝી સાથે જોડાયેલી કંપનીઓ પાસેથી અલગથી આશરે . ૧,૪૯૪ કરોડની વસૂલાત થવાની છે. આ યોજના સામે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ, એચડીએફસી બેન્ક, એકિસસ બેન્ક, કેનેરા બેન્ક, આરબીએલ બેન્ક અને યુનિયન બેન્ક સહિતના કેટલાક ધિરાણકર્તાઓએ વાંધો ઉઠાવ્યો હતો. તેમ છતાં કમિટી ઓફ ક્રેડિટર્સમાં ૮૦.૮ ટકા મત સાથે યોજના મંજૂર થઈ હતી.એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સનો સ્વીકારાયેલો દાવો . ૧,૩૨૨.૩૯ કરોડનો છે, યારે તેને યોજના હેઠળ માત્ર આશરે . ૩૮ લાખ મળવાના છે. કંપનીએ એનસીએલટી સમક્ષ આટલી ઓછી વસૂલાતને અયોગ્ય ગણાવી હતી. હવે એલઆઈસી હાઉસિંગ એનસીએલએટી ઉપરાંત નેશનલ હાઉસિંગ બેન્ક સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવી શકે છે.
