મૂડમાંસુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વર્ષ 2010 પહેલાના પ્રાથમિક શિક્ષકો માટે TET (ટીચર્સ એબિલિટી ટેસ્ટ) ફરજિયાત કરવાના નિર્ણય સામે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોની મુશ્કેલીઓમાં વધારો થતા ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) લાગુ કરવાની મુખ્ય માંગ સાથે ભારતીય શિક્ષક સંઘ અને ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.
શિક્ષક દિને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ અને જંતર મંતર ખાતે ધરણાઆંદોલનાત્મક કાર્યક્રમોના પ્રથમ તબક્કામાં 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિનના રોજ તમામ પ્રાથમિક શિક્ષકો કાળી પટ્ટી (બ્લેક બેઝ) ધારણ કરીને જ શૈક્ષણિક કાર્ય કરશે અને પોતાનો વિરોધ નોંધાવશે. ત્યારબાદ 6 થી 9 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીના જંતર મંતર ખાતે રાષ્ટ્રવ્યાપી ઝોનલ ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 7 ઓક્ટોબરે ગુજરાતના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ધરણાં આપશે.
સંસદના શિયાળુ સત્રમાં રાષ્ટ્રીય કક્ષાએ શક્તિ પ્રદર્શનની તૈયારી
શિક્ષક સંઘો દ્વારા આ લડતને વધુ ઉગ્ર બનાવવા માટે સંસદના આગામી શિયાળુ સત્ર દરમિયાન પણ રાષ્ટ્રીય સ્તરના ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંસદના શિયાળુ સત્રના અધિકૃત સમયપત્રકની જાહેરાત થયા બાદ ભારતીય શિક્ષક સંઘ દ્વારા તે કાર્યક્રમની ચોક્કસ તારીખો જાહેર કરવામાં આવશે. ઓલ્ડ પેન્શન સ્કીમ અને TET મુક્તિના મુદ્દે શિક્ષકો આરપારની લડાઈના મૂડમાં છે.
