નેપાળની ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં આવેલા ભયાનક પૂરના કારણે મૃત્યુઆંક વધીને 903 થઈ ગયો છે, જ્યારે 4247 લોકો હજુ પણ ગુમ છે. નેપાળ પોલીસ દ્વારા સોમવારે (31 ઓગસ્ટ) આ માહિતી આપવામાં આવી છે. નેપાળ પોલીસે જણાવ્યું કે સૌથી વધુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાંથી 933 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
આ સિવાય 552 વિદેશી નાગરિકોના મૃતદેહ મળ્યા છે. સાથે જ વિદેશીઓ સાથે મુસાફરી કરી રહેલા 127 નેપાળી નાગરિકોના પણ અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. એકલા ચિતવનમાંથી 272 લોકોના મૃતદેહ મળ્યા છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 10,451 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. 30 ઓગસ્ટે હાઇડ્રો પ્રોજેક્ટમાંથી 15 ચીની નાગરિકો અને 7 ભારતીય નાગરિકોને બચાવી લેવાયા છે. 267 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
……. ઉઝબેકિસ્તાનમાં ભારતના 1000 રૂપિયાનું મૂલ્ય કેટલું છે? જાણો ત્યાં કઈ વસ્તુ ખરીદી શકાય
ચિતવનમાં સેંકડો કબ્બરો તૈયાર
આ દરમિયાન ચિતવનના દેવઘાટ જંગલમાં અજ્ઞાત મૃતદેહોને દફનાવવા માટે સેંકડો કબ્બરો તૈયાર કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસમાં અહીં 196 લોકોના મૃતદેહ દફનાવવામાં આવ્યા છે. લાંબા સમય સુધી પાણીમાં રહેવાના કારણે ઘણા મૃતદેહો કોહવાય ગયા છે. દરેક મૃતદેહને એક ઓળખ નંબર આપીને તેનો રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે. આ પછી DNA ટેસ્ટિંગ દ્વારા મૃતદેહોની ઓળખ કરીને સ્વજનોને સોંપવાનો પ્રયાસ કરવામાં આવશે.

