રશિયાના તાજેતરના હુમલાઓમાં યુક્રેનનાં અનેક શહેરો સળગી ઊઠ્યાં હતાં .રશિયાના મિસાઈલ અને ગાઈડેડ બોમ્બ હુમલાઓએ યુક્રેનના પાવર ગ્રિડ, વીજળીના સબ-સ્ટેશનો અને ખેરસોનના છેલ્લા બચેલા થર્મલ પાવર પ્લાન્ટને સંપૂર્ણપણે તબાહ કરી દીધા. જેના કારણે રાજધાની કીવ સહિત અનેક શહેરોમાં વીજળી, ગેસ અને પાણીની ભારે અછત સર્જાઈ.
રશિયાએ યુદ્ધની રણનીતિ બદલતાં પહેલીવાર યુક્રેનના મોટા વેરહાઉસ, કોમર્શિયલ શોપિંગ મોલ, ખાદ્ય સામગ્રીના ગોડાઉન અને ખાનગી રિટેલ ડેપોને દિવસના અજવાળામાં નિશાન બનાવ્યાં.
માત્ર કીવમાં જ એક હુમલામાં 14 ગોડાઉન સળગીને ખાખ થઈ ગયાં.
રશિયાના હુમલાથી સળગી ઊઠ્યાં યુક્રેનનાં શહેરો
સરકારી અને રહેણાંક ઈમારતો પર હુમલો
શોપિંગ મોલ પર બોમ્બમારો
હાઇવે પર મિસાઇલ એટેક
ગોડાઉન અને રિટેલ ડેપો પર હુમલો
પાવર ગ્રિડ અને વીજળીના સબ-સ્ટેશનો પર હુમલો
યુક્રેનના નાગરિકોનાં મોત, સેંકડો ઘાયલ
ઓડેસા અને ઈઝમાઈલ બંદરો પર 7 કલાકથી વધુ સમય સુધી ચાલેલા હુમલાઓમાં અનાજના સિલો એટલે કે સુરક્ષિત ભંડારો અને કાર્ગો જહાજોને નુકસાન પહોંચાડવામાં આવ્યું, જેના કારણે યુક્રેનની અર્થવ્યવસ્થા પર સીધી અસર પડી…
રશિયાના તાજેતરના હુમલાઓમાં.
યુક્રેનની રાજધાની કીવમાં સરકારી ઈમારતો, ગોડાઉન અને રિટેલ ડેપોને ભારે નુકસાન પહોંચ્યું
સૂમીમાં ઔદ્યોગિક વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં બોમ્બમારો થયો, જેમાં અનેક નાગરિકોનાં મોત થયાં
ખાર્કિવમાં એક શોપિંગ સેન્ટર પર હુમલો થયો, જેમાં બાળકો સહિત અનેક નાગરિકોનાં મોત થયાં
ઝાપોરિઝ્ઝિયા અને ક્રિવી રિહમાં સ્ટીલવર્ક્સ અને મહત્ત્વના સૈન્ય ઠેકાણાઓ પર હુમલા થયા
ઓડેસામાં રશિયન મિસાઈલો દ્વારા ત્રણ બંદરો અને એનર્જી નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યાં
પોલ્ટાવામાં એક ઓઈલ રિફાઇનરી પર ડ્રોન અને મિસાઇલો વરસાવવામાં આવી
રશિયાએ યુક્રેન સામે પોતાના હવાઈ યુદ્ધને ચરમસીમાએ પહોંચાડી દીધી. રશિયાએ માત્ર યુક્રેનના પાવર ગ્રિડ અને વીજળીના સબ-સ્ટેશનોને જ કાટમાળના ઢગલામાં ફેરવ્યા નથી, પરંતુ પહેલીવાર યુક્રેનના લાઈફલાઈન એટલે કે તેના ‘રિટેલ અને બિઝનેસ સેક્ટર’ને પણ નિશાન બનાવ્યું છે. યુક્રેન વીજળી, પાણી અને ગેસ માટે મજબૂર થવા લાગ્યું અને આ તબાહીએ ઝેલેન્સ્કીને દુનિયાનો સૌથી ખતરનાક આદેશ આપવા મજબૂર કર્યા અને એ આદેશ હતો રશિયા પર દરરોજ 1 હજાર ડ્રોનથી ભારે બોમ્બમારો કરવાનો.
મુખ્ય પ્રાથમિકતા જેટ-પાવર્ડ ‘શહેદ’ ડ્રોન સામે પોતાની સુરક્ષાને મજબૂત કરવાની અને રશિયાની અંદર ઊંડા હુમલાઓની સંખ્યા વધારવાની છે. હેતુ એ છે કે દરરોજ રશિયા પર લાંબા અંતરના હુમલા માટે એક હજાર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે. અત્યારે લાંબા અંતરના અમારા હુમલાઓની સરેરાશ સંખ્યા 300થી વધુ છે, પરંતુ તેને હજુ વધારવી પડશે. અમારું એક ખૂબ જ ખાસ લક્ષ્ય છે અને અમે તેને હાંસલ કરીને જ રહીશું એમ યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે.
યુક્રેન તબાહીને જોઈને રડ્યું નહીં, પરંતુ ગુસ્સાથી ઉકળી ઊઠ્યું. ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કરી દીધું કે જ્યાં સુધી રશિયાને તેના પોતાના ઘરમાં યુદ્ધની આગનો અહેસાસ નહીં થાય, ત્યાં સુધી પુતિન વાતચીતના ટેબલ પર નહીં આવે. તેથી ઝેલેન્સ્કીના આદેશ બાદ યુક્રેનની સેનાએ પણ જોરદાર વળતો પ્રહાર કર્યો અને ફ્રન્ટલાઈનથી 1000 કિલોમીટરથી પણ વધુ અંદર સુધી ઘૂસીને રશિયાના હૃદય પર હુમલા શરૂ કરી દીધા છે.
યુક્રેને પોતાની લાંબા અંતરની સ્ટ્રાઈક ઝુંબેશ હેઠળ રશિયાના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું. યુક્રેનની સેનાએ યારોસ્લાવ વિસ્તારમાં રશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઇનરીઓમાંથી એક પર હુમલો કર્યો .યારોસ્લાવ અને સમારા…આ એ વિશાળ ઓઈલ રિફાઇનરીઓ છે, જે રશિયન સેનાની ટેન્કો અને ફાઈટર જેટ્સને ઈધણ પૂરું પાડે છે. યુક્રેનના ડ્રોને આ રિફાઇનરીઓને આગના ગોળામાં ફેરવી દીધી….
રશિયા-યુક્રેન યુદ્ધનો ‘ડ્રોન ચેપ્ટર’!
ઝેલેન્સ્કીનો આદેશ… દરરોજ 1,000 ડ્રોન એટેક!
રશિયા પર યુક્રેન દરરોજ એક હજાર ડ્રોન વરસાવશે!
રશિયાના હુમલાના જવાબમાં યુક્રેનનો જોરદાર પલટવાર!
આકાશમાંથી મોતનો વરસાદ, રશિયા પર સીધો વાર!
યુક્રેનના લોંગ-રેન્જ ડ્રોને રશિયાના સારાતોવમાં આવેલા એન્ગેલ્સ એરબેઝ પર પણ હુમલો કર્યો. આ એ જ એરબેઝ છે જ્યાંથી પુતિનના પરમાણુ બોમ્બર્સ યુક્રેન પર મોત વરસાવવા માટે ઉડાન ભરે છે. યુક્રેનના ડ્રોને આ એરબેઝની સુરક્ષા વ્યવસ્થાને ભેદીને રશિયાના Tu-95 સ્ટ્રેટેજિક બોમ્બર વિમાનોને પણ નિશાન બનાવ્યાં.યુક્રેને રશિયાની સૌથી મોટી ઓનલાઈન રિટેલ કંપની ‘વાઈલ્ડબેરીઝટ અને ‘ઓઝોન’ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી દીધી. મોસ્કોથી લઈને યેકાતેરિનબર્ગ સુધી રશિયાના આર્થિક હબ ગણાતા વિશાળ વેરહાઉસ પર યુક્રેનના અદ્યતન AI ડ્રોને સચોટ હુમલા કર્યા. જોતજોતામાં રશિયાના અબજો ડોલરના સ્ટોક અને સપ્લાય ચેઈન નેટવર્કને સંપૂર્ણપણે લકવો મારી દીધો. રશિયાનો દાવો છે કે તેની એર ડિફેન્સે 600 ડ્રોન તોડી પાડ્યા, પરંતુ હકીકત એ છે કે યુક્રેનના નવા સ્થાનિક ડ્રોન રશિયાના રડારને અંધ બનાવીને તેના સૌથી સુરક્ષિત ઠેકાણાઓને પણ ખાખ કરી રહ્યા છે.
જો રશિયા યુદ્ધ ખતમ કરવા માટે વાતચીત કરવાનો ઈનકાર કરશે, તો યુક્રેન લાંબા અંતર સુધી હુમલો કરવાની પોતાની ક્ષમતા અને તેનો વ્યાપ વધારતું રહેશે. રશિયા પાસે પહેલેથી જ ઓછું પેટ્રોલ, ઓછું એક્સપોર્ટ અને ઓછું લોજિસ્ટિક્સ છે. પોતાના ઈતિહાસમાં પહેલીવાર રશિયા ગેસોલિનની આયાત કરી રહ્યું છે અને પોતાની ઓઈલ કંપનીઓને ટેકો આપવા માટે સરકારી બજેટના નાણાંનો ઉપયોગ કરી રહ્યું છે. જો રશિયા આ યુદ્ધ ખતમ કરવા અંગે સમજદારીપૂર્વક વાત કરવા માગતું નથી, તો તેને વધુ મોટું નુકસાન સહન કરવું પડશે)
– વોલોદિમિર ઝેલેન્સ્કી, રાષ્ટ્રપતિ, યુક્રેન
યુક્રેન પાસે હવે પશ્ચિમી દેશોની મોંઘી પેટ્રિયટ મિસાઈલોની રાહ જોવાનો સમય નથી…અને ન તો તે હવે માત્ર પોતાની ધરતી પર આંસુ વહાવવા તૈયાર છે….ઝેલેન્સ્કીએ રશિયાના હવાઈ હુમલાઓ સામે એક એવી અદ્રશ્ય અને ઘાતક ફોજ ઊભી કરી દીધી છે, જેનો તોડ હાલમાં મહાસત્તા રશિયા પાસે પણ દેખાતો નથી…
દરરોજ 1,000 ડ્રોન છોડવાનો આ ખતરનાક સંકલ્પ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે આ યુદ્ધ હવે માત્ર સરહદો પર બે સેનાઓ વચ્ચેની લડાઈ રહી નથી…આ યુદ્ધ હવે મોસ્કોની ભવ્ય રસ્તાઓ, રશિયાની ધધકતી રિફાઇનરીઓ અને સીધા ક્રેમલિનના શક્તિશાળી કોરિડોર સુધી પહોંચી ગયું છે…
હવે સવાલ માત્ર યુક્રેનના અસ્તિત્વનો નથી, પરંતુ પુતિનની શાખનો પણ છે…શું રશિયાનું અભેદ્ય ગણાતું એર ડિફેન્સ યુક્રેનના આ ‘ડ્રોન ચક્રવ્યૂહ’ને ભેદી શકશે? કે પછી દરરોજ આકાશમાંથી વરસતા આ ‘એક હજાર મોત’ રશિયાને ઘૂંટણિયે પડવા માટે મજબૂર કરશે? હવે જોવાનું એ છે કે ઝેલેન્સ્કીનું આ ‘ડ્રોન મહાયુદ્ધ’ પુતિનને વાતચીતના ટેબલ પર લાવે છે કે પછી સમગ્ર દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે લાવીને ઊભી કરે છે…
