અમદાવાદમાં ગેરકાયદેસર ધિરાણ અને વ્યાજખોરી સામે તંત્રની લાલ આંખ, 1096 શાહુકારોને નોટિસ; સરકારે નક્કી કર્યા વ્યાજદર

Spread the love

અમદાવાદ શહેરમાં નોંધાયેલા તમામ શાહુકારો (Money Lenders) માટે સરકારની સૂચના મુજબ માસિક પત્રકો અને ઓડિટ રિપોર્ટ ઓનલાઈન ‘ઈ-કોઓપ પોર્ટલ’ (e-Coop Portal) પર અપલોડ કરવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. શાહુકારો દ્વારા કરવામાં આવતી ધિરાણ પ્રવૃત્તિઓ અંગેની તમામ વિગતો સમયસર અપલોડ કરવામાં નહીં આવે, તો ‘ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-2011’ની કલમ-21 અને નિયમો-2013ના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરીને લાયસન્સ/રજિસ્ટ્રેશન રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.

 

શાહુકારો દ્વારા વાર્ષિક ઓડિટ રિપોર્ટ સમયસર રજૂ ન કરવા સબબ તંત્ર દ્વારા કુલ 1096 શાહુકારોને નોટિસ પાઠવવામાં આવી છે.

 

ઓડિટ સંબંધિત મહત્વની જોગવાઈઓ:

• રૂ. 50 લાખથી વધુનું વાર્ષિક ધિરાણ ધરાવતા શાહુકારો: માન્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પાસે ઓડિટ કરાવવું ફરજિયાત છે.

• રૂ. 50 લાખથી ઓછું વાર્ષિક ધિરાણ ધરાવતા શાહુકારો: સરકારી સ્ટેચ્યુટરી ઓડિટર પાસેથી ઓડિટ કરાવવાનું રહેશે.

 

એર ઇન્ડિયાની ફ્લાઈટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર બોમ્બની મળી ધમકી; તમામ મુસાફરોના હેન્ડ રાઇટિંગ ચકાસાશે

 

નિયત વ્યાજદર અને કાયદાકીય કાર્યવાહી:

સરકારના તા. 13/01/2021ના જાહેરનામા અનુસાર રાજ્યમાં નોંધાયેલા તમામ શાહુકારો માટે વ્યાજદરની મર્યાદા નક્કી કરવામાં આવી છે:

• તારણવાળા (Secured) ધિરાણ પર: વાર્ષિક વધુમાં વધુ 12% વ્યાજદર.

• બિન-તારણવાળા (Unsecured) ધિરાણ પર: વાર્ષિક વધુમાં વધુ 15% વ્યાજદર.

 

નિયત વ્યાજદર કરતા વધુ વ્યાજ વસૂલવું કે માગણી કરવી એ ફોજદારી ગુનો બને છે. આ ઉપરાંત ગેરકાયદે ચોપડી/ચીઠ્ઠી/દાગીના કે અન્ય બાબતો પર ધિરાણ કરનાર ઈસમો સામે કાયદાની કલમ-40 અને 42 મુજબ ગુનો દાખલ કરવામાં આવશે.

 

સિવિલ હોસ્પિટલમાં ગ્લોઝની 20% અછત, તંત્રએ કહ્યું- ‘યુદ્ધના કારણે સપ્લાય પર અસર પડી’

 

ગુજરાત નાણા ધિરધાર કરનાર બાબત અધિનિયમ 2011 અને નિયમ 2013ની જોગવાઇઓનં અક્ષરશ: પાલન કરવાનું રહેશે. અમદાવાદ શહેરના શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર (શહેર) દ્વારા કાયદાકીય માળખામાં રહીને કામ ન કરનાર તથા ઓડિટ પ્રક્રિયા ટાળનારા શાહુકારો સામે કડક વલણ અપનાવવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. પ્રશાસન દ્વારા આવી કોઈ પણ પ્રકારની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં તેમ શાહુકારના નિબંધક અ જિલ્લા રજિસ્ટ્રાસ શહેર અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *