વડોદરામાં પૂર્વ IPSના પત્ની અને વેપારી પુત્રને ‘ડિજિટલ એરેસ્ટ’ કરી 1.53 કરોડ ખંખેર્યા

Spread the love

ટેક્નોલોજીનો જેમ જેમ વ્યાપ વધતો જાય છે તેમ તેમ સાઈબર ગુનેગારોનો પણ ત્રાસ વધી રહ્યો છે. વડોદરામાં નિવૃત્ત આઈપીએસના પત્ની અને વેપારી પુત્રને ડિજિટલ અરેસ્ટ કરીને કરોડો રૂપિયા ખંખેરી નાખ્યા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

 

19 દિવસ સુધી રાખ્યા ડિજિટલ અરેસ્ટ

મળતી માહિતી મુજબ વડોદરાના દિવાળીપુરામાં રહેતા પૂર્વ આઈપીએસના પત્ની અને પુત્રને મુંબઈ પોલીસ, સીબીઆઈ અને રિઝર્વ બેંકના નામે ફેક કોલ કરીને મોટી ઠગાઈને અંજામ આપવામાં આવ્યો.પૂર્વ આઈપીએસ અધિકારીના પત્ની અને પુત્રને 19 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા. મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી અને ઠગાઈ કરી. 24 કલાક સુધી કોલ ચાલુ રાખીને CBI-RBIના બનાવટી લેટરપેડ પણ બતાવ્યા.

 

1.53 કરોડ રૂપિયા ખંખેર્યા

ઠગ ટોળકીએ વેપારી પુત્ર અને તેમના માતા પાસેથી ડિજિટલ અરેસ્ટ કરીને આશરે 1.53 કરોડ રૂપિયા પડાવી લીધા. અલગ અલગ પાંચ બેંકોના ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરાવી અને ખાતા ખાલી કરાવી નાખ્યા. આ ટોળકીએ બનાવટી પોલીસ કાર્યવાહીનો ડર બતાવીને સતત 19 દિવસ સુધી માતા પુત્રને સંપર્કમાં રાખ્યા. સમગ્ર મામલે સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ થઈ છે.

 

પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આ ઠગોએ મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને દિવસો સુધી ડિજિટલ અરેસ્ટ રાખીને મોટી રકમ પડાવી. એક મહિના પહેલા 31 જુલાઈના રોજ એક અજાણ્યા વ્યક્તિએ માતાને ફોન કરીને પતિનાના નામે મુંબઈથી ક્રેડિટ કાર્ડ ઈશ્યું થયું હોવાનું જણાવ્યું હતું. કાર્ડમાં એક ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ હોવાનું કહી ડરાવ્યા હતા. પછી પોલીસ યુનિફોર્મમાં એક વ્યક્તિએ કોલ કરીને પોતે મુંબઈ પોલીસનો સબ ઈન્સ્પેક્ટર હોવાનું કહ્યું હતું.

 

પોલીસે જે ખાતાઓમાં રકમ ટ્રાન્સફર થઈ છે તેના આધારે આંતરરાજ્ય સાઈબર ઠગો સુધી પહોંચવાની તપાસ શરૂ કરી છે. અત્રે જણાવવાનું નિવૃત્ત આઈપીએસ અધિકારી વડોદરામાં જેસીપી તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે.

 

ટૂંકમાં….

 

વડોદરામાં નિવૃત્ત IPS ના પત્ની અને વેપારી પુત્રને ડિજિટલ એરેસ્ટ કરી કરોડો ખંખેર્યા.

દિવાળીપુરામાં રહેતા માતા પુત્રને મુંબઈ પોલીસ, CBI અને રિઝર્વ બેંકના નામે ફેક કોલ કરી લાખોની ઠગાઈ આચરી.

પૂર્વ IPS અધિકારીની પત્ની-પુત્રને 19 દિવસ ડિજિટલ અરેસ્ટ કરાયા.

મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી ઠગાઈ કરાઈ.

24 કલાક સુધી કોલ ચાલુ રાખી CBI-RBIના બનાવટી લેટરપેડ બતાવ્યા.

ઠગ ટોળકીએ વેપારીની માતા પાસેથી આશરે 1.53 કરોડ રૂપિયા પડાવ્યા.

અલગ-અલગ પાંચ બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરાવી ખાતા ખાલી કરાવ્યા.

બનાવટી પોલીસ કાર્યવાહીનો ડર બતાવી સતત 19 દિવસ સુધી રાખ્યા સંપર્કમાં.

સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોધી તપાસ શરૂ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *