India GDP Growth: જીડીપી ગ્રોથ 7.8% પહોંચતા પીએમ મોદી ગર્જ્યા: દેશ વિકાસના માર્ગે, વિપક્ષ માત્ર નકારાત્મકતા ફેલાવવામાં વ્યસ્ત

Spread the love

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ના ડેટા જાહેર કરવામાં આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના અંદાજોને પાછળ છોડીને ભારતીય અર્થતંત્રે 7.8% નો મજબૂત વિકાસ દર હાસલ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિને દેશ માટે અસાધારણ ગણાવતા દેશવાસીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ, ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા અને વૈશ્વિક સપ્લાય ચેઇનના વિક્ષેપો વચ્ચે આ આંકડા ભારતીય નાગરિકોની સામૂહિક શક્તિ અને સ્થિતિસ્થાપકતાનું જીવંત પ્રતીક છે.

 

વૈશ્વિક કટોકટી વચ્ચે ભારતની મજબૂત સ્પ્રિન્ટ અને વિપક્ષ પર પ્રહાર

 

સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વિશેષ વિડિયો સંદેશમાં પીએમ મોદીએ કહ્યું કે, “ચારે બાજુ યુદ્ધ, સંઘર્ષ અને આર્થિક તણાવ હોવા છતાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. 2020ના કોવિડ સમયગાળા પછી વિશ્વ સતત કટોકટીઓમાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ 1.4 અબજ નાગરિકોના સંકલ્પ અને મહેનતને કારણે દેશે 7.8 ટકાનો આશ્ચર્યજનક વિકાસ દર પ્રાપ્ત કર્યો છે.”

 

આ સાથે જ પીએમ મોદીએ વિપક્ષ કોંગ્રેસ પર પરોક્ષ પ્રહારો કરતાં ઉમેર્યું કે, દેશમાં કેટલાક લોકો નિરાશાના ઊંડાણમાં ડૂબેલા છે, જેઓ સતત અંધકાર અને જૂઠ ફેલાવવામાં વ્યસ્ત છે. જોકે, દેશવાસીઓએ તમામ પડકારો અને નકારાત્મકતાને પાર કરીને આર્થિક પ્રગતિનો નવો ઈતિહાસ રચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *