ગુજરાત વિધાનસભા: પાટણના MLA કિરીટ પટેલે આપી 116ની નોટિસ, 10 જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરવા માંગ

Spread the love

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના ખેડૂતોના પ્રશ્નો અને વરસાદની અછત મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં નિયમ 116 હેઠળ નોટિસ પાઠવીને રાજ્યના 10 જેટલા જિલ્લાઓને તાત્કાલિક અસરગ્રસ્ત જાહેર કરવાની ઉગ્ર માંગણી કરી છે.10 જિલ્લામાં માત્ર 2 ઈંચ જ વરસાદ, ઉત્તર ગુજરાતમાં પાકને ભારે નુકસાન ધારાસભ્ય કિરીટ પટેલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે રાજ્યના 10 જેટલા જિલ્લાઓમાં હજુ સુધી માત્ર બે ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે.બીજી તરફ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અનિયમિત અને વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થયું છે.

સરકાર તાત્કાલિક સહાય જાહેર કરેવરસાદની ખેંચ અને પાક નુકસાનીના બેવડા મારથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્ય સરકાર સમક્ષ અપીલ કરી છે કે આ તમામ 10 જિલ્લાઓને વહેલી તકે અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતો માટે યોગ્ય રાહત પેકેજ તેમજ સહાય પૂરી પાડવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *