રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદ અધિકારીઓ અને કર્મચારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરીમાં રાખવાના મામલે છઝઈંથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. હવે આ મુદ્દો માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત રહ્યો નથી.
નિવૃત્તિ બાદ મામકાઓને ફરી નોકરી: નવતર કૌભાંડની શંકા
નિવૃત્તિ બાદ મામકાઓને ફરી નોકરી: નવતર કૌભાંડની શંકા
નિવૃત્તિ બાદ મામકાઓને ફરી નોકરી: નવતર કૌભાંડની શંકા
રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદ અધિકારીઓ અને કર્મચારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરીમાં રાખવાના મામલે છઝઈંથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. હવે આ મુદ્દો માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત રહ્યો નથી.
ગુજરાતમાં નિવૃત્તિ બાદ ફરીથી સરકારી, અર્ધસરકારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નોકરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓ અંગે રાજ્ય સરકાર શ્વેતપત્ર જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છઝઈં દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ 2023-24, 2024-25 અને 2025-26 દરમિયાન નિવૃત્ત થયેલા 210થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ આધારિત નોકરીમાં લેવામાં આવ્યા છે. આ તો માત્ર ત્રણ વર્ષનો આંકડો છે. વર્ષ 2015થી અત્યાર સુધીની સમગ્ર સ્થિતિ જોવામાં આવે તો અમદાવાદમાં જ એક હજારથી વધુ નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓ નિવૃત્તિ બાદ પણ કોર્પોરેશનમાં કોઈને કોઈ રીતે કામગીરી કરી રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં તો 2015માં નિવૃત્ત થયેલા અધિકારીઓ વર્ષ 2026માં પણ કોર્પોરેશનમાં કામગીરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અમદાવાદમાં જો આવી સ્થિતિ હોય તો સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, રાજ્ય સરકારના વિભાગો, બોર્ડ-નિગમો અને અન્ય સરકારી સંસ્થાઓમાં શું સ્થિતિ હશે તેની કલ્પના કરી શકાય છે. કોંગ્રેસને આશંકા છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછા 10 હજારથી વધુ નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓ નિવૃત્તિ બાદ પણ કોઈને કોઈ સ્વરૂૂપે સરકારી વ્યવસ્થામાં કાર્યરત હોઈ શકે છે. આ કોઈ સત્તાવાર આંકડો નથી, પરંતુ સમગ્ર રાજ્યનો વિભાગવાર અને સંસ્થાવાર ડેટા જાહેર કરવામાં આવે તો વાસ્તવિક ચિત્ર ગુજરાતની જનતા સામે આવી શકે છે.
સૌથી મોટો સવાલ એ છે કે કોઈ કર્મચારી કે અધિકારી સરકારી સેવામાંથી નિવૃત્ત થઈ ગયા બાદ તેમને ફરીથી નોકરી આપવાની જરૂૂરિયાત ક્યાં ઊભી થાય છે અને આવી પુન:નિયુક્તિ કયા નિયમ, કયા ઠરાવ અને કઈ મંજૂરીના આધારે કરવામાં આવે છે? જો વિશેષ અનુભવ અથવા નિષ્ણાત સેવાની ખરેખર જરૂૂર હોય તો ચોક્કસ સમયમર્યાદા અને સ્પષ્ટ કારણ સાથે આવી સેવા લઈ શકાય, પરંતુ નિવૃત્તિ બાદ વર્ષો સુધી એ જ વ્યક્તિને ફરીથી નોકરીમાં રાખવાની વ્યવસ્થા કાયમી રોજગાર વ્યવસ્થાનો વિકલ્પ બની શકે નહીં. સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ સ્પષ્ટ કરવું જોઈએ કે વર્ષોથી નિવૃત્ત થયેલા લોકોને ફરીથી નોકરી આપવાની જરૂૂર શા માટે પડે છે.
આ મામલામાં પગારની પદ્ધતિ પણ ગંભીર સવાલો ઊભા કરે છે. નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા કેટલાક કર્મચારીઓને ફિક્સ પગાર આપવામાં આવે છે, કેટલાકને તેમના છેલ્લા બેઝિક પગારના આશરે 35 ટકા મુજબ વેતન આપવામાં આવે છે અને કેટલાક કિસ્સામાં ‘પે માઇનસ પેન્શન’ની પદ્ધતિથી વેતન ચૂકવવામાં આવતું હોવાની માહિતી છે. ઉદાહરણ તરીકે, કોઈ અધિકારીનો નિવૃત્તિ સમયે પગાર ₹1.50 લાખ હોય અને તેમને ₹70 હજારનું પેન્શન મળતું હોય તો ‘પે માઇનસ પેન્શન’ની પદ્ધતિમાં પેન્શન બાદની ₹80 હજાર જેટલી રકમ વેતન તરીકે મળતી હોવાનો કિસ્સો બની શકે છે. સવાલ એ છે કે એક જ સંસ્થામાં નિવૃત્ત કર્મચારીઓ માટે વેતન નક્કી કરવાની અલગ-અલગ પદ્ધતિ કેમ છે? કોને ફિક્સ પગાર, કોને 35 ટકા અને કોને ‘પે માઇનસ પેન્શન’ આપવું તેનો નિર્ણય કયા નિયમથી થાય છે અને આ નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે?
આ આખો પ્રશ્ન માત્ર નિવૃત્ત કર્મચારીઓની નોકરીનો નથી, પરંતુ ગુજરાતના બેરોજગાર યુવાનોના ભવિષ્યનો છે. એક તરફ યુવાનો નોકરી માટે વર્ષો સુધી તૈયારી કરે છે, પરીક્ષાઓ આપે છે અને ભરતીની રાહ જુએ છે, જ્યારે બીજી તરફ નિવૃત્તિ બાદ પણ એ જ વ્યક્તિઓને વર્ષો સુધી ફરીથી સરકારી સંસ્થાઓમાં નોકરી આપવામાં આવે છે. જો ખાલી જગ્યાઓ છે તો વર્ષોથી પ્રમોશનની રાહ જોઈ રહેલા નિયમિત કર્મચારીઓને સિનિયોરિટી અને લાયકાત પ્રમાણે પ્રમોશન કેમ આપવામાં આવતું નથી? અને જ્યાં નવી ભરતીની જરૂૂર છે ત્યાં નવી ભરતીની જાહેરાત કેમ કરવામાં આવતી નથી? ગુજરાત પ્રદેશ કોંગ્રેસની માંગ છે કે નિવૃત્ત કર્મચારીઓને ફરીથી નોકરી આપવાની આ વ્યવસ્થાની સમગ્ર રાજ્યમાં તપાસ કરવામાં આવે, નિયમવિરુદ્ધ અથવા મનસ્વી રીતે થયેલી નિમણૂકોની સમીક્ષા કરવામાં આવે, જાહેર નાણાંમાંથી થયેલા ખર્ચનો હિસાબ ગુજરાતની જનતા સમક્ષ મૂકવામાં આવે અને હવે પછી જ્યાં સુધી કોઈ ખાસ અને જાહેર હિતની જરૂૂરિયાત સાબિત ન થાય ત્યાં સુધી નિવૃત્ત કર્મચારીઓના વર્ષો સુધી કોન્ટ્રાક્ટ લંબાવવાની પ્રથા બંધ કરવામાં આવે.
કેટલાકને તો સરકારી રહેઠાણ, પ્યુન, મોબાઇલ સહિતની સુવિધા
કેટલાક નિવૃત્ત અધિકારીઓને ફરીથી નોકરીમાં લીધા બાદ સરકારી વાહન, બંગલો અથવા રહેઠાણ, પટાવાળા અને મોબાઈલ સહિતની વિવિધ સુવિધાઓ પણ ચાલુ રાખવામાં આવતી હોવાની માહિતી કોંગ્રેસના ધ્યાન પર આવી છે. જો આ માહિતી સાચી હોય તો માત્ર પગાર નહીં, પરંતુ એક નિવૃત્ત અધિકારીને ફરીથી નોકરીમાં રાખવા પાછળ સરકાર કે કોર્પોરેશનનો કુલ ખર્ચ કેટલો થાય છે તેનો પણ હિસાબ થવો જોઈએ. જાહેર નાણાંમાંથી પગાર ઉપરાંત વાહન, ડ્રાઇવર, રહેઠાણ અને સ્ટાફ જેવી સુવિધાઓ આપવામાં આવતી હોય તો તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવી જરૂૂરી છે.
તમામ સરકારી વિભાગોનો 10 વર્ષનો ડેટા જાહેર કરવા માંગણી
કોંગ્રેસે માંગણી કરી છે કે, છેલ્લા દસ વર્ષમાં ગુજરાતના તમામ સરકારી વિભાગો, બોર્ડ-નિગમો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને અન્ય સરકારી સંસ્થાઓમાં નિવૃત્તિ બાદ ફરીથી નોકરી, કોન્ટ્રાક્ટ, સલાહકાર અથવા અન્ય કોઈ સ્વરૂૂપે કામગીરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓનો સંપૂર્ણ ડેટા જાહેર કરવામાં આવે. તેમને કયા નિયમ અને મંજૂરી હેઠળ ફરીથી રાખવામાં આવ્યા, કેટલો પગાર આપવામાં આવ્યો અને પગાર ઉપરાંત કઈ સરકારી સુવિધાઓ આપવામાં આવી તેની પણ વિગતો જાહેર કરવામાં આવે.