પતિએ ચાની ચુસકી લીધી ને ઝેરની અસર શરૂ થઈ… પછી હોટલના રૂમમાં જે થયું તે જાણીને કાંપી ઉઠશો

Spread the love

દિલ્હીના લાહોરી ગેટ વિસ્તારની એક હોટલમાં લગ્નના ગણતરીના મહિનાઓ બાદ જ પતિ-પત્ની વચ્ચેનોઉગ્ર વિવાદ લોહિયાળ અંજામ સુધી પહોંચી ગઈ છે. હોટલના રૂમ નંબર 306માં બનેલી આ સનસનાટીભરી ઘટનામાં પત્નીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી છે, જ્યારે પતિ ઝેરની અસરને કારણે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.પોલીસ તપાસમાં બહાર આવેલા ખુલાસા મુજબ, મૂળ રાજસ્થાનનો પ્રકાશ અને બિહારની શિવાનીના લગ્ન 6 મહિના પહેલાં થયા હતા. જોકે, લગ્નના એક જ મહિનામાં બંને વચ્ચે વિવાદ થતાં તેઓ અલગ થઈ ગયા હતા. પ્રકાશ રાજસ્થાન જતો રહ્યો હતો અને શિવાની દિલ્હીમાં બ્યુટી પાર્લરમાં કામ કરવા લાગી હતી.

 

અલગ રહેવા છતાં બંનેએ એકબીજાનો ખેલ ખતમ કરવાની ભયાનક પ્લાન બનાવ્યો હતો. બુધવારે બપોરે બંને લાહોરી ગેટની ‘પ્રિન્સ હોટલ’માં ચેક-ઇન થયા હતા. પ્લાન મુજબ પત્ની શિવાની પોતાની સાથે ઝેર લઈને આવી હતી. તો પતિ પ્રકાશ પોતાની સાથે તીક્ષ્‍ણ ચાકુ લઈને આવ્યો હતો.

 

ચાની ચુસકી સાથે ઝેર અને પછી ચાકુથી હુમલો

 

રૂમમાં પહોંચ્યા બાદ શિવાનીએ ચામાં ઝેર ભેળવીને પ્રકાશને આપી દીધું હતું. પ્રકાશે ચા પીધી અને થોડી જ વારમાં તેને ઝેરની અસર થવા લાગી અને તબિયત લથડવા લાગી. પોતાને ઝેર આપવામાં આવ્યું છે તેની ખબર પડતા જ પ્રકાશે આવેશમાં આવીને સાથે લાવેલા ચાકુ વડે શિવાની પર તાબડતોબ હુમલો કરી દીધો હતો અને તેને લોહીલુહાણ કરી નાખી હતી.

 

ગંભીર હાલતમાં પ્રકાશ ઊલટીઓ કરતો કરતો રૂમ બહાર નીકળતાં હોટલ સ્ટાફે તેને સંભાળ્યો હતો. જ્યારે સ્ટાફે રૂમ નંબર 306માં જઈને જોયું તો શિવાની લોહીથી લુહાન હાલતમાં મૃત પડેલી મળી હતી. સ્ટાફે તુરંત પોલીસને જાણ કરી હતી.

 

પોલીસે પ્રકાશને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યો છે, જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક બતાવવામાં આવી રહી છે. એકબીજાનો જીવ લેવાના આ ખૂની ખેલથી આખો વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *