ભાજપના નેતાની જાહેરમાં હત્યાનો ભેદ ઉકેલાયો! ક્રાઈમ બ્રાન્ચ એક મહિનાથી ગુજરાત બહાર ધામા નાખી માસ્ટરમાઈન્ડને ઉઠાવી લાવી

Spread the love

પૈસાની લેતીદેતી અને અંગત અદાવતમાં સુરતના ઉધનામાં ભાજપ યુવા નેતા જય દલાલની થયેલી ચકચારી હત્યાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો હતો. જાહેરમાં થયેલી આ હત્યા બાદ પોલીસે એક પછી એક આરોપીઓને ઝડપી પાડ્યા. પરંતુ તપાસની સોય અટકી હતી એ શખ્સ પર, જેણે આ સમગ્ર હત્યાકાંડનું કાવતરું ઘડ્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા એક મહિનાથી ગુજરાત બહાર ધામા નાખ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો અને સતત વોચ બાદ આખરે પોલીસને મળી ગઈ એ કડી. જે સીધી પહોંચી રહી હતી હત્યાના માસ્ટરમાઈન્ડ સુધી. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં આવેલા ઘૃષ્ણેશ્વર મહાદેવ મંદિરથી કાગઝીપુરા તરફ જતા રસ્તા પર ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી.અને જેવી જ માસ્ટરમાઈન્ડ મન્યા ડુક્કરની હિલચાલ મળી. પોલીસે ફિલ્મી ઢબે ઘેરાબંધી કરી તેને ઝડપી લીધો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે જય દલાલ હત્યા કેસના કાવતરામાં મન્યા ડુક્કરની મહત્વની ભૂમિકા હતી આરોપીની પૂછપરછ આગળ વધારતા પોલીસને હથિયારના કનેક્શનની પણ કડી મળી.

 

મર્ડર કેસમાંથી ખુલ્યો…પિસ્તોલનો રાજ!

મન્યા ડુક્કરે પોલીસને જણાવ્યું કે આશરે છથી સાત મહિના અગાઉ જયેશ ઉર્ફે બારકુ યુવરાજ વાઘે તેને દેશી બનાવટની લોડેડ પિસ્તોલ આપી હતી. આ પિસ્તોલ તેણે પોતાના મિત્ર પ્રિતેશ જ્ઞાનેશ્વર સોનવણેને સાચવવા આપી હોવાનું સામે આવ્યું. ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરી પ્રિતેશ પાસેથી એક પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ કબજે કર્યા. અને હવે આ હથિયાર ક્યાંથી આવ્યું, તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો અને હત્યાના કાવતરામાં તેની શું ભૂમિકા હતી. તેની પણ તપાસ તેજ કરવામાં આવી છે.

 

કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડ ફરી વિવાદમાં! CG રોડ પર અકસ્માત સર્જી મારામારી કરી, પોલીસે જાહેરમાં કાઢ્યું સરઘસ

 

આ કેસમાં વધુ એક મહત્વની કડી છે બારકુ વાઘ…હાલમાં તે સુરતની લાજપોર જેલમાં બંધ છે. પોલીસ હવે ટ્રાન્સફર વોરંટના આધારે તેની પણ ધરપકડ કરી આગળની પૂછપરછ કરશે. મન્યા ડુક્કરનો ગુનાહિત ઈતિહાસ પણ પોલીસ માટે નવો નથી. ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ખંડણી, આર્મ્સ એક્ટ અને મારામારી સહિતના 21થી વધુ ગંભીર ગુનાઓ તેના નામે નોંધાયેલા છે. એટલું જ નહીં અગાઉ તેના વિરુદ્ધ બે વખત ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. હવે જય દલાલ હત્યા કેસમાં તેની ધરપકડ બાદ પોલીસ કાવતરાની દરેક કડી જોડવામાં લાગી છે.

 

એક તરફ જાહેરમાં થયેલી હત્યા. બીજી તરફ હત્યા પાછળનું કથિત ષડયંત્ર અને હવે પોલીસના હાથમાં છે એ શખ્સ, જેને તપાસમાં આ સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર ગણાવવામાં આવી રહ્યો છે. જય દલાલ હત્યા કેસમાં માસ્ટરમાઈન્ડ મન્યા ડુક્કર ઝડપાયો છે…હવે પોલીસ તપાસમાં ખુલશે કે આ હત્યાના કાવતરામાં કયા કયા ચહેરા જોડાયેલા હતા.

 

હવે રીલ્સથી સધાશે વોટ બેંક! PM મોદીના જન્મદિવસથી BJP ખેલશે નવો દાવ, 25 હજાર ડિજિટલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *