18 વર્ષ પહેલા મૃત્યુ પામનાર મહિલાના નામે આવ્યું કેનેરા બેંકમાંથી ‘ફરફરિયું’, પરિવારજનો દોડતા થયા

Spread the love

લુણાવાડાની કેનેરા બેંકમાંથી ગજબ છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. કાળા ખેતરા ગામના કેસરબેનના નામ પર કૃષિ ધિરાણ લેવામાં આવી છે. આમાં ચોંકાવનારી બાબત એ છે કે, કેસરબેનનું 18 વર્ષ પહેલા જ મોત થયું છે. તેમના નામ પર સાત લાખની લોન લેવામાં આવી હતી. જોકે, આ અંગેની જાણ તેમના પરિવારજનોને પણ બેંક ઓડિટ માટે આવી ત્યારે જ થઈ હતી.લુણાવાડા ટાઉન પોલીસે કેનેરા બેંક કૌભાંડમાં સાત આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સાથે 12 જેટલી શંકાસ્પદ ફાઇલ પણ કબજે કરી લીધી છે. પોલીસે ઝડપેલા આ આરોપીઓમાં એક એન્જિનિયર પણ છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

મૃતક મહિલાના પરિવારે શું કહ્યું?

 

મૃતક મહિલાના પરિવારજનોએ જણાવ્યું કે, કાળા ખેતરા મુકામે સંયુક્ત માલિકી કબજા ભોગવટાની ખેતી લાયક જમીન છે. જેની પર અમારો પરિવાર ખેતી કરે છે. જેની પર કેસરબેનના નામ પર સાત લાખની લોન લેવામાં આવી છે. અમને તો બેંકના માણસો જ્યારે ઓડિટ કરવા આવ્યા ત્યારે જ આ અંગેની જાણ થઈ હતી. જે બાદ અમે ફરિયાદ નોંધાવી છે.આ અંગે લુણાવાડા ટાઉન પોલીસે માહિતી આપતા જણાવ્યું છે કે, ‘કેસરબેન 18 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. જેમના નામ પર કેનેરા બેંકમાં સાત લાખની લોન લેવામાં આવી છે. પોલીસે આ અંગે તપાસ કરતા કુલ સાત આરોપીની ધરપકડ કરી લીધી છે. મુખ્ય આરોપી કિરીટભાઈ માળી તે એજન્ટ તરીકે કામ કરતા હતા. અન્ય આરોપીઓ વિવિધ ગામમાંથી અલગ અલગ લોકોના દસ્તાવેજો લઈ આવીને આ બેંકમાંથી કૃષિ ધિરાણ લોન પાસ કરાવતા હતા. જેમાં જેમલ ભૂપતસિંહ માલીવાળ પાસેથી વિવિધ ગામોના સરપંચ અને તલાટીઓના સિક્કા અને ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. આ વ્યક્તિ પોતે એન્જિનિયર છે એટલે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે, તે સિક્કા અને ડોક્યુમેન્ટના અન્ય કોઈ છેતરપિંડીમાં ઉપયોગ કર્યો છે કે નહીં. પોલીસે બેંકમાંથી લોનની કુલ 12 શંકાસ્પદ ફાઇલો કબજે કરી છેનાનાભાઇ ધુળાભાઇ બારીયા રહે-નવાગામ રતેડા ફળીયું તા-લુણાવાડા જિ-મહિસાગર

કીરીટભાઇ કાળુભાઇ માછી રહે-રાજગઢ માછી ફળીયું તા-લુણાવાડા જિ-મહિસાગર

હરીશભાઇ રૂપાભાઇ પાદરીયા રહે-શિયાલ શીરો ફળીયું તા-કડાણા જિ-મહિસાગર

ખેમાભાઇ જેસીગભાઇ પાદરીયા રહે-શિયાલ નિશાળ ફળીયું તા-કડાણા જિ-મહિસાગર

કાળુભાઈ નાથાભાઈ પટેલીયા રહે-મલેકપુર માંજરા તા-લુણાવાડા જી-મહિસાગર

પર્વતભાઈ લાલાભાઈ પટેલીયા રહે-મલેકપુર માંજરા તા-લુણાવાડા જી-મહિસાગર

જયમલકુમાર ભુપતસિંહ માલીવાડ રહે-તાતરોલી તા-કડાણા જી- મહિસાગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *