વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે મેટ્રોની મુસાફરી કરી શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ (SRCC)એ પહોંચ્યા હતા. અહીં તેમણે કોલેજનાં 100માં સ્થાપ્ના દિવસે ઝેન-ઝી વિદ્યાર્થીઓ વચ્ચે 48 મિનિટ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘તમારી ભાષામાં જણાવું તો હું આ કોલેજનો પૂર્વ વિદ્યાર્થી OG (ઓરિજીનલ ગેંગ્સ્ટર) છું.હું ભલે ધુરંધર ના હોવ પણ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવેલી છે.’
લાલ કિલ્લા પરથી હોમિયોપેથીની ગોળી આપી તો…વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ લાલ કિલ્લા પરથી કરેલા સંબોધનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે- ‘મે તે દિવસે ‘દિમાગી નક્સલ’ કહી એક હોમિયોપેથીની એવી ગોળી આપી હતી કે- વિરોધીઓ હાંફળા ફાંફળા થવા લાગ્યા.’ વડાપ્રધાને 2013ની શ્રીરામ કોલેજની એ યાત્રાને યાદ કરી જ્યારે તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા. તેમણે કહ્યું કે, હંમેશા વિરોધીઓને અડધો ખાલી ગ્લાસ જ દેખાય છે.
રિસાયેલા ફુઆ જેવા હોય છે અમુક લોકો…વડાપ્રધાન મોદીએ કહ્યું કે,’દરેક વાત પર શું જરૂર છે? એવો સવાલ કરનારા લોકો રિસાયેલા ફુઆ જેવા હોય છે. તેમનો આ ડાયલૉગ શું જરૂર છે? કાયમી હોય છે. આ લોકોને બુલેટ ટ્રેન, યુપીઆઈ અને નવી સંસદ જેવા કામો પર પણ સવાલ ઉઠાવવા હોય છે. ‘
