સાગરમાં ઝેરી દારુ પીવાને કારણે મરનારાઓની સંખ્યા 22 થઈ ગઈ છે. મૃતકોમાં પિતા-પુત્ર પણ સામેલ છે. 112 લોકો એવા છે જેમની ઝેરી દારુ પીવાને કારણે સ્થિતિ લથડી છે. તેમને સાગર અને ભોપાલનાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી…..આ મામલે દારુ વેચનાર દુકાનદાર ઉપરાંત 30 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.જેમાંથી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સોમવાર સવારે મહેશ રાવત (55), શ્યામ બાઈ અહિરવાર (50) અને કૃષ્ણ કુમાપ લોધીએ અંતિમ શ્વાસ લીધા. આ અગાઉ એરલિફ્ટ કરેલા ભોપાલ લવાયેલા રામ પ્રસાદ લોધીનું રવિવાર રાતે મોત થયું હતું. તેના પિતા ગોવિંદ લોધીનું પણ રવિવારે મોત થયું હતું. રામપ્રસાદનો નાનો ભાઈ ભૂરે લોધી સાગરમાં દાખલ છે. બપોરે ગૂગરા નિવાસી ભગવાન સિંહ (35), ખટોરા નિવાસી ગોપાલ આદિવાસી (40) અને દેશ કુમાર લોધીના મોત થયા હતા.
50 લોકોનાં મોત થયા હોવાનો કોંગ્રેસનો દાવોકોંગ્રેસ અધ્યક્ષ જીતૂ પટવારીએ કહ્યું કે, આ ત્રાસદીને કારણે ઘણાં પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે. જ્યાં નાના-બાળકો અને દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પટવારીએ દાવો કર્યો કે, ઝેરી દારુંના કારણે 50 લોકોનાં મોત થયા છે.
