કેનેડાથી શરાબ – ડેરી ઉત્પાદનો – મોટર બાઈકની આયાત પુર્ણ રીતે પ્રતિબંધ

Spread the love

વોશિંગ્ટન, તા.9 અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલુ થયેલા ટેરિફ વોરમાં હવે નવો તનાવ સર્જાયો છે. ગત મહિને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર 50 ટકા ટેરિફ લાદીને જે કાર્યવાહી કરી હતી તેના જવાબમાં કેનેડાએ પણ વળતા અમેરિકી ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લાદી દેતા ટ્રમ્પે હવે કેનેડામાંથી શરાબ, ડેરી ઉત્પાદનો અને મોટર બાઈકની આયાત પર પુરો પ્રતિબંધ લાદી દીધો છે

બે મોટા વ્યાપારી ભાગીદાર દેશોની લડાઈ હવે નવા તબકકે પહોંચી છે. બંને તરફથી અગાઉ વ્યાપાર સમજુતીની ચર્ચા થઈ હતી. પરંતુ ટ્રમ્પે તે સાથે જ 50 ટકા ટેરિફ લાદી દીધો હતો અને કેનેડાએ પણ વળતા પગલામાં અમેરિકી ઉત્પાદનોને 50 ટકા ટેરિફ હેઠળ લઈ લીધા છે.

 

ત્યારે હવે અમેરિકાએ કેનેડાના ફર્નિચર તથા શરાબ ઉદ્યોગ, મચ્છીમારી, ડેરી વગેરે ઉદ્યોગને આવરી લઈને જે નવા પ્રતિબંધો લાદ્યા છે તેમાં કેનેડાને મોટો ફટકો પડશે. નોન આલ્કોહોલીક બિયર પર પુર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

એટલું જ નહી કેનેડાની એરક્રાફટ કંપની બોમ્બાર્ડીયરને પણ ચીમકી આપી છે કે તે જો અમેરિકાના ઉત્પાદન નહી ખસેડે તો તેને વિમાનો અમેરિકા વેચવામાં મંજુરી અપાશે નહી.

 

ટ્રમ્પના આ પગલા સામે કેનેડામાં અમેરિકી ઉત્પાદનો અને ખાસ કરીને અમેરિકી આલ્કોહોલ એટલે કે શરાબનો વ્યાપક બહિષ્કાર થવા લાગ્યો છે અને મોટા સ્ટોરોએ અમેરિકી શરાબ વેચવાનું જ બંધ કરી દીધુ છે.

 

કેનેડાએ જાહેર કર્યુ છે કે, કોઈપણ ભોગે તે ટ્રમ્પના ટેરિફનો મુકાબલો કરશે. અમેરિકાએ કેનેડા પર લાગેલા પ્રતિબંધની અસર 20 બિલિયન ડોલરના વ્યાપાર પર થશે તો કેનેડાએ વળતા ટેરિફથી 27.6 અમેરિકી આયાત પર વધારે ટેરિફ લાદયા છે જેના કારણે અમેરિકી ડેરી ઉત્પાદનો કૃષિ સાધનો, કાગળ, હાઉસ હોલ્ડ તથા ઈલેકટ્રોનીક ઉત્પાદનો 15થી50 ટકા ટેરિફ હેઠળ આવી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *