શિ જિનપિંગ અને પુતિન આવશે ભારત! એક ચકલું યે ના ફરકે તેવી ભારતે કરી તૈયારી, આવી છે સુરક્ષા વ્યવસ્થા

Spread the love

ચીન અને ઈરાન સાથે પણ ભારતના સબંધો નવા તબક્કામાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે. પુતિનનો આ પ્રવાસ જેટલો વ્યૂહાત્મક રીતે મહત્વનો છે. એટલો જ તેમની સુરક્ષાને લઈને પણ દિલ્લીમાં ભારે બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ પહેલાં ડિસેમ્બર 2025માં દિલ્હી આવ્યા હતા પુતિન. છેલ્લા 9 મહિનામાં આ બીજી વખત છે, જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચવાના છે.આ વખતે બ્રિક્સ સમિટ અને તે પહેલાં ભારત સાથેની સૌથી મોટી ડિફેન્સ ડીલને લઈને તેમનો પ્રવાસ મહત્વનો છે.

 

આ કોઈ સામાન્ય પ્રવાસ નથી. સમગ્ર દુનિયાની નજર આ પ્રવાસ પર છે. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ પ્રવાસ અત્યંત મહત્વનો છે. પુતિનના આગમન પહેલાં NSGએ મૉક ડ્રિલ કરી છે. આ વીડિયોમાં NSGના સુપર કમાન્ડોની સિક્યુરિટી ડ્રિલ જોવા મળી હતી. કોઈ પણ પ્રકારની ઈમરજન્સી કે હુમલાની સ્થિતિમાં કેવી રીતે NSGના કમાન્ડો તાત્કાલિક કાર્યવાહી કરી શકે, તેની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.

 

બ્રિક્સ સંમેલનને લઈ દિલ્લીમાં સુરક્ષા કડક

પુતિનના ભારત પ્રવાસથી દુનિયાની નજર

પુતિનની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત

દિલ્હીમાં NSGની ખાસ સુરક્ષા ડ્રિલ

25 હજાર જવાનો સુરક્ષામાં તૈનાત

આ ડ્રિલ પહેલાં જ રશિયાનું મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ નોઈડા એરપોર્ટ પર લેન્ડ કરી ચૂક્યું છે. રશિયાનું આ ઈલ્યુશિન IL-76 વિમાન રશિયન રાષ્ટ્રપતિના આગમનના થોડા કલાકો પહેલાં જ ભારત પહોંચી ગયું છે. આ વિમાનમાં રશિયન રાષ્ટ્રપતિના સુરક્ષા સ્ટાફથી લઈને તેમની કાર અને સુરક્ષા સાથે જોડાયેલા તમામ જરૂરી સાધનો હોય છે. એટલા માટે જ તેને ચાલતું-ફરતું ક્રેમલિન એટલે કે રશિયન રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન પણ કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *