શહેરના 17 પીએસઆઈની આંતરીક બદલી : SOGમાં વધું એક ફોજદાર મુકાયા

Spread the love

રાજકોટ. તા.10 રાજકોટ શહેર પોલીસ બેડામાં બદલીની મોસમ અવિરત રહી છે. અગાઉ ચાર તબક્કે 226 પોલીસમેનો અને આઠ પીઆઈની આંતરિક બદલીના આદેશ જાહેર કર્યા બાદ હવે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક સાથે 17 પોલીસ સબ ઇન્સપેકટરોની આંતરિક બદલી કરવામાં આવી છે.

 

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેર કરવામાં આવેલા બદલીના આદેશની પ્રાપ્ત વિગત અનુસાર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં ફરજ બજાવતા પીએસઆઈ આર કે ગોહિલને એસઓજીમાં નિમણુંક આપવામાં આવી છે.સેલમાં,એમ.જી. સોલંકીની થોરાળા પોલીસમાંથી એએચટીયુ શાખામાં,એસ.એમ. સૈયદની ટ્રાફિક શાખામાંથી કુવાડવા પોલીસ સ્ટેશનમાં, કે.એસ. ભગોરાની ટ્રાફિક શાખામાંથી બી ડિવિઝન પોલીસ, જે.આર. સોલંકીની બી ડિવિઝનમાંથી એ ડિવિઝનમાં, બી.આર. ભરવાડની તાલુકામાંથી પ્રદ્યુમનનગરમાં, એમ.આઈ. શેખની તાલુકામાંથી બી ડિવિઝનમાં, આઈ.આઈ. કટિયાની ટ્રાફિકમાંથી રીડર ટુ ટ્રાફિક ડીસીપીમાં, એસ.એસ. જાડેજાની એરપોર્ટમાંથી યુનિવર્સીટીમાં, જે.એન. ગમારાની પ્રદ્યુમનનગરમાંથી તાલુકા પોલીસમાં, આર.કે. સામુદ્રેની કુવાડવામાંથી ટ્રાફિકમાં, એચ.જે. સોલંકીની એ ડિવિઝનમાંથી તાલુકા પોલીસમાં, બી.એસ. ચૌહાણની યુનિવર્સિટીમાંથી આજીડેમ પોલીસમાં, યુ.કે. બાંભણીયાની મહિલામાંથી કુવાડવામાં અને એમ.બી. રામાણીની રીડરમાંથી માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

 

ઉલ્લેખનીય છે કે, એક મહિનામાં જ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા પાંચ તબક્કામાં 226 પોલીસમેનો અને આઠ પીઆઈની આંતરિક બદલીનો આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ હવે એકસાથે 17 પીએસઆઈની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. વધુમાં એક જ સ્થળે ચાર વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા પોલિસમેનોની બદલીનો વધુ એક લીથો ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

 

14 જવાનોને સાયબરમાં મુકાયા, 200 પોલીસમેનના ક્રાઈમ બ્રાન્ચ માટે ઇન્ટરવ્યૂ થયાં

શહેર પોલીસમાં બદલીઓનો દોર યથાવત રહ્યો છે ત્યારે વધુ મોટા પ્રમાણમાં પોલીસમેનોની બદલીના અણસાર પણ સામે આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે થયેલ 17 પીએસઆઇની આંતરિક બદલીના એક દિવસ પહેલા જ સાયબર ક્રાઇમને મજબૂત કરવા માટે 14 પોલીસમેનોનેઅલગ અલગ પોલીસ મથકમાંથી બદલી કરવામાં આવી છે, ત્યારે ક્રાઈમ બ્રાન્ચને પણ વધુ મજબૂત કરવા માટે 200 જેટલા પોલીસમેનોના ઇન્ટરવ્યૂ પણ કમિટી દ્વારા લેવામાં આવ્યા છે. આગામી સમયમાં ક્રાઈમ બ્રાન્ચને પણ મોટા પ્રમાણમાં સ્ટ્રેનથ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *