દાયકાઓ સુધી પોતાને ગ્લોબલ સુપરપાવર સમજતા G7 દેશોની અકડ હવે ઢીલી પડવા લાગી છે. નવી દિલ્લીમાં થઈ રહેલા BRICS સંમેલને સ્પષ્ટ કરી દીધું છે કે હવે દુનિયા અમેરિકા અને પશ્ચિમી દેશોના ઈશારે નહીં ચાલે. ભારતની ધરતી પરથી રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પશ્ચિમી દેશોને એવો અરીસો બતાવ્યો છે કે વોશિંગ્ટનથી લઈને લંડન સુધી ખળભળાટ મચી ગયો છે.BRICS સામે G7ની ધાક ખતમ ?
દિલ્લીથી પશ્ચિમને પુતિનનો પડકાર
G7 પર પુતિને ઉઠાવ્યા સવાલ
ગ્લોબલ સાઉથની વધી રહી તાકાત
BRICSની તાકાત સામે G7 બેકફૂટ
નવી દિલ્લીના ભારત મંડપમમાં સજેલા મંચ પરથી જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બોલવાનું શરૂ કર્યું, ત્યારે પશ્ચિમી દેશોની ઊંઘ ઊડી જવી સ્વાભાવિક હતી. પુતિને પશ્ચિમી દેશોના સૌથી મોટા અહંકાર એટલે કે G7 ગ્રુપ પર સીધો અને આકરો કટાક્ષ કર્યો. પુતિને તીખા અંદાજમાં સવાલ કર્યો કે આખરે આ દેશો પોતાને ‘ગ્રુપ ઑફ સેવન’ કહે છે શા માટે, જ્યારે જમીની હકીકત તેનાથી અનેકગણી અલગ છે.
