ગાંધીનગર લોક અદાલતમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. બન્યું એમ કે, મોટર અકસ્માતના એક કેસમાં સમાધાન માટે અરજદાર કોર્ટ આવ્યા હતા. જોકે,અરજદાર શારીરિક રીતે અસ્વસ્થ હોવાથી કોર્ટ હાઉસમાં ઉપર જઈ શકે તેવી સ્થિતિમાં ન હતા.અરજદારની મુશ્કેલીને ધ્યાને લઈ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આશિષ મલ્હોત્રા સાહેબ પોતે પાર્કિંગ એરિયામાં પહોંચ્યા હતા.સંવેદનશીલ અને માનવતાભર્યો અભિગમ જોવા મળ્યો…મુખ્ય જિલ્લા ન્યાયાધીશે પાર્કિંગમાં જ રૂબરૂમાં અરજદારની વાત સાંભળી હતી. જજ સાહેબે પાર્કિંગ એરિયામાં જ અરજદાર સાથે કેસના સમાધાન અંગે ચર્ચા કરી હતી. આ રીતે ન્યાયાધીશનો સંવેદનશીલ અને માનવતાભર્યો અભિગમ જોવા મળ્યો હતો. જેમણે અરજદારની સમસ્યા જાણવા સાથે તેની શારીરિક તકલીફ પણ સમજી હતી. કોર્ટ સુધી પહોંચવામાં અસમર્થ અરજદારને સ્થળ પર જ સાંભળીને ન્યાયિક પ્રક્રિયાને સરળ બનાવાઈ હતી. ગાંધીનગર જિલ્લા અદાલતની આ પહેલની ઉપસ્થિત લોકોએ પ્રશંસા કરી હતી.