આગામી દિવસોમાં હોમ લોન અને કાર લોન મોંઘા થઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ પોતાની રિસર્ચમાં દાવો કર્યો છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટ વધારી શકે છે. રિપોર્ટ અનુસાર, આરબીઆઈ ઓક્ટોબરની ક્રેડિટ પોલિસીમાં રેપો રેટ 0.25% વધારી શકે છે. જે પછી ડિસેમ્બરમાં પણ આટલો જ વધારો થઈ શકે છે. એટલે કે, 0.50% સુધી રેપો રેટ વધી શકે છે.EMI પર કેટલી અસર થશે?જો તમે 20 વર્ષ માટે 50 લાખ રૂપિયાની લોન લીધી હોય તો હાલનાં 8.25%નાં વ્યાજદર અનુસાર તમારું EMI 42,603 રૂપિયા જેટલો હોઈ શકે છે. જ્યારે 0.25% રેપો રેટ વધીને વ્યાજદર 8.50% થાય તો EMI વધીને 43,391 રૂપિયા થશે એટલે કે, વાર્ષિક 9,456 રૂપિયાનો વધારાનો વાર્ષિક બોજો આવશે. રેપો રેટ 0.50% વધે અને વ્યાજદર 8.75% થાય તો EMI વધીને 44,186 રૂપિયા થશે, એટલે કે, વાર્ષિક 18,996 રૂપિયાનું આર્થિક ભારણ આવી શકે છે.
સામાન્ય લોકોને કેટલી અસર થશે?આરબીઆઈનાં રેપો રેટમાં વધારા કરવાની અસર લેણદારો અને બેંક એફડી કરનાર પર પડતો હોય છે. ફ્લોટિંગ રેટ પર લોન લેનારાઓ પર તેની અસર થતી હોય છે, રેપો રેટ વધે એટલે તેમની EMIમાં પણ વધારો થતો હોય છે. આ ઉપરાંત નવા ગ્રાહકો માટે હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન માટેનો વ્યાજદર વધી જતો હોય છે. ફિક્સ્ડ રેટની લોન લેનારને તેની અસર થતી નથી. જોકે, એફડી કરાવનાર કે બેંક સેવિંગ કરનાર લોકોને ફાયદો થતો હોય છે.
ક્રૂડ ઓઈલની કિંમતો વધતા મોંઘવારીનું જોખમમિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધનાં કારણે 15 દિવસમાં ક્રૂડ ઓઈલની કિંમતો 100 ડૉલરને પાર કરી ગઈ છે અને તે $105-$123 સુધી જઈ શકે છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં 90 ટકા ભાગ ધરાવતી જરૂરી સામાનની સંખ્યા જાન્યુઆરી 2026માં 22 હતી, જે જુલાઈમાં 53 થઈ ગઈ. પેટ્રોલ-ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક્સનાં ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની અસર લોકોનાં ખિસ્સા પર પડી રહી છે. આરબીઆઈને રેપો રેટ વધારવાની સલાહ મળી છે, જે અંગે દેશની પરિસ્થિતિ આધારે નિર્ણય લેવામાં આવશે.
