ગામના રાજપુર પરાસ્થિત રહેણાક વિસ્તારમાંથી 20 ફૂટ લાંબો અત્યંત વિશાળ અજગર મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સસરાટ મચી ગયો હતો. વન વિભાગ અને રેસ્ક્યુ ટીમની સંયુક્ત કામગીરીથી આ મહાકાય અજગરને સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવ્યો છે.
રાજપુર પરાના મહેશભાઈ ઠાકોરના નવા બની રહેલા મકાનના બાથરૂમમાં અચાનક આ ૨૦ ફૂટ લાંબો વિશાળ અજગર જોવા મળ્યો હતો. માહિતી મળતાં જ શ્રી રામ ચેરીટેબલ એનિમલ રેસ્ક્યુ ટીમના અંજલીબા સહયોગીઓ સાથે સ્થળ પર દોડી ગયા હતા. ત્યારબાદ ઊર્જા રેન્જના RFO નિખિલની દેખરેખ હેઠળ અતિ જોખમી પરિસ્થિતિમાં અત્યંત તકેદારી પૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
