સાઉદી અરબના મદીનામાં મળ્યો યુરેનિયમનો વિશાળ ખજાનો, પરમાણુ ઊર્જા ક્ષેત્રે મોટું પગલું

Spread the love

સાઉદી અરબે ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પગલું ભરતા મદીના શહેરમાં 110 મિલિયન ટન યુરેનિયમ યુક્ત આયસ્કની વિશાળ શોધ કરી છે, જે ભવિષ્ય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.જબલ સૈય્યદ વિસ્તારમાં 110 મિલિયન ટન યુરેનિયમનો ભંડાર મળી આવ્યો છે. આ વિસ્તાર અગાઉથી જ દુર્લભ પૃથ્વી ભંડારો માટે જાણીતો છે અને વિશ્વમાં ચોથું સ્થાન ધરાવે છે. અહીં અગાઉ ડિસ્પ્રોસિયમ, નિયોડિમિયમ, પ્રેઝીયોડીમિયમ અને ટર્બિયમ જેવા કિંમતી ખનિજો પણ મળી ચૂક્યા છે.

વિયનામાં યોજાયેલી કોન્ફરન્સમાં સાઉદીના ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે આ સંસાધનોનો ઉપયોગ પરમાણુ ઊર્જાના ઉત્પાદન માટે કરવામાં આવશે અને રાષ્ટ્રીય ઊર્જા મિશ્રણમાં પરમાણુ ઊર્જાને સામેલ કરવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

આ મહત્ત્વપૂર્ણ શોધથી વૈશ્વિક સ્તરે સૌદી અરબનું મહત્ત્વ વધુ વધી ગયું છે. તાજેતરમાં જ સાઉદી અરબે અમેરિકા સાથે એક નાગરિક પરમાણુ સમજૂતી કરી છે, જેના અંતર્ગત પરમાણુ કાર્યક્રમ માટે અમેરિકા ટેકનિશિયન અને નિષ્ણાતો પૂરા પાડશે. આ કરાર હેઠળ સૌદી અરબને ૨૦ ટકા સુધી યુરેનિયમ સંવર્ધનની છૂટ આપવામાં આવી છે, જ્યારે પરમાણુ હથિયાર માટે ૯૦ ટકા સુધી સંવર્ધનની જરૂર પડે છે. આ સમગ્ર પરમાણુ કાર્યક્રમની દેખરેખ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) દ્વારા કરવામાં આવશે. આ સફળતાનો શ્રેય ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *